સોમાતળાવ,અટલ બ્રિજ અને જેતલપુર બ્રિજ ખાતે કેટલાય સમયથી ભયજનક વળાંકને કારણે સર્જાયા છે અકસ્માત..
પાલિકાના વહીવટી તંત્રને જ્ઞાન લાધ્યા બાદ મોડે મોડે તેમની ભૂલ સુધારીને બોર્ડ લગાવ્યા..
પાલિકાના અણઘડ અને બેજવાબદાર કામગીરીના અનેક દાખલાઓ મીડિયાના માધ્યમથી શહેરીજનો સુધી પહોંચ્યા છે. પાલિકાના અધિકારીઓ સરકાર પાસેથી મોટી રકમમાં પગાર લે છે પરંતુ તેમને મળતા પગાર મુજબ તેઓ કામગીરી કરે છે કે કેમ તેવા સવાલો પણ અનેક વખત ઉભા થાય છે. ખાસ કરીને પાલિકાના અણઘડ નિર્ણયોને કારણે ઘણી વખય શહેરીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકા દ્વારા શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં જે બ્રિજ બનાવવામાં આવ્યા છે એ બ્રિજ પરની ડિઝાઇનને કારણે અનેક વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. પાલિકા દ્વારા મોડે મોડે પણ સમજણ આવ્યા બાદ આ ત્રણેય બ્રિજ ખાતે ભયજનક વળાંકના સાઈન બોર્ડ પાલિકાએ લગાવ્યા છે. પાલિકાના આ દુરદેશી ભરેલી કામગીરી જો અગાઉ થઈ ગઈ હોત જો વળાંકને કારણે થયેલા અકસ્માત અટકાવી શકાયા હોત.. ખેર મોડેથી પણ કરેલી પાલિકાની આ કામગીરીને વાહનચાલકોએ આવકારી છે.
Reporter: admin