વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ઓરા બીગનર્સ પ્રિ-સ્કૂલમાં વાર્ષિકઉત્સવ "કલ્પનાની પાંખો પર ઊંચે ઊડીને!" ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રોઝરી સ્કૂલ ઓડિટોરિયમ ફતેહગંજ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓએ ઉડાન થીમ ઉપર ડાન્સ રજૂ કર્યો હતો. આ સાથે બાળકોના વાલીઓએ ઉડાન થીમ સાથે ડાન્સ રજૂ કર્યો હતો. ઓરા બીગનર્સ પ્રિ-સ્કૂલના ફાઉન્ડર શ્રીમતી જીજ્ઞા પંડ્યા જણાવે છે કે, આપણા બાળકોને શૂન્યમાંથી સર્જન અને જીવન મૂલ્યોની વાત કરવી જોઈએ જેનાથી તેમને વિદ્યાર્થી જીવનમાં પ્રેરણા મળી શકે. અત્યારના સમયના બાળકો સ્માર્ટ તો બને છે પંરતુ સમય જતાં માતાપિતા અને શિક્ષકોએ આપેલ જ્ઞાનની સાથે તે ઘડાય છે.

આ વાર્ષિકોત્સવમાં ૪૫ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. તેમની સાથે ૧૫ વાલીઓએ પણ 'ઉડાન' થીમ ઉપર ડાન્સ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓરા બીગનર્સ પ્રિ-સ્કૂલના સંસ્થાપક જીજ્ઞા પંડ્યા અને ડોક્ટર શિલ્પા દલવાડી ઉપસ્થિત રહ્યા સાથે જ મોટી સંખ્યામાં વાલીઓએ પણ કાર્યક્રમને માણ્યો હતો. શાળાના શિક્ષકો અને બાળકોની સખત મહેનતથી સફળ થયેલા આ કાર્યક્રમે બાળકોમાં આત્મવિશ્વાસ અને સહકારની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Reporter: admin