વડોદરા : ફિલ્મ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાયેલી છે.
શીખ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આક્ષેપ કર્યો છે કે, ફિલ્મમાં વર્ણવેલા દ્રશ્યોથી સમાજની લાગણી દુભાઈ રહી છે જેથી છાણી શીખ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. ફિલ્મ પર શીખ સમુદાયની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે .
Reporter: