રાજ્યભરમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ વિભાગ સામે ગ્રાહકોએ મોરચો માંડ્યો છે. ત્યારે વેરાવળમાં વીજ વિભાગે સ્માર્ટ મીટર અને હાલના મીટર માં કોઈ પણ પ્રકારના ચાર્જિસ વધારે નથી આવતા. ઉલટાનું મીટર આધુનિક યુગમાં સમયનો બચાવ કરે છે
લોકોને રોજનું વપરાશનું તેમ જ ખર્ચનું મેન્ટેનન્સ કરે છે ત્યારે લોકોમાં ફેલાતી અફવા બાબતે વીજ વિભાગે ખુલાસો કર્યો છે..વેરાવળ તાલાળા અંને સુત્રાપાડા માં 1 લાખ થી સ્માર્ટ મીટર લાગવા ની કવાયત હાથ ધરાય છે.જે મા હાલ400 થી વધૂ સ્માર્ટ મીટરો લાગી ચૂક્યા છે.જેમા કોઈ ફરીયાદ ન હોવા ને વીજ વિભાગ જણાવે છે આ બાબતે Pgvcl એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
વેરાવળ માં 400 થી વધુ મીટર લાગ્યા કોઈ ફરિયાદ ન મળી હોવાનો દાવો પણ કરાયો છે.મીટર ફરજિયાત નહિ મરજિયાત. સ્વેચ્છા એ, લગાવવા દે તો જ લગાવાશે તેવૂ જણાવેલ છે.
Reporter: News Plus