News Portal...

Breaking News :

વિપક્ષી નેતાએ બાઈડન જીવિત હોવાના પુરાવા માંગતા ચકચાર

2024-07-24 21:01:04
વિપક્ષી નેતાએ બાઈડન જીવિત હોવાના પુરાવા માંગતા ચકચાર


વોશિગ્ટન:રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક યુઝર્સ તો એવો દાવો કરી રહ્યા છે કે બાઈડનને બાનમાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક વિપક્ષી નેતાએ બાઈડન પાસે તેમના જીવિત હોવાના પુરાવા પણ માંગ્યા છે.


આ દરમિયાન, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે બાઈડનના કોવિડ-સંબંધિત લક્ષણો હવે દેખાતાં નથી. તેઓ 25 જુલાઈએ રાષ્ટ્રને સંબોધિત કરશે. 37 વર્ષીય રિપબ્લિકન નેતા લોરેન બોબર્ટે સોમવારે પોસ્ટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે અમેરિકન રાષ્ટ્રપતિના જીવિત હોવાના પુરાવા માંગ્યા. બોબર્ટે લખ્યું- બાઈડને કેમેરા સામે આવીને પોતાની રિકવરી વિશે વાત કરવી જોઈએ. મને લાગે છે કે બાઈડનને કદાચ ખબર પણ નહીં હોય કે તે હવે ચૂંટણી નહીં લડે.એન્ટિ-બાઈડન ડાબેરી પત્રકાર ગ્લેન ગ્રીનવાલ્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે એકદમ વિચિત્ર છે કે યુએસ રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી ન લડવાનું કહ્યું. તેમણે પોતે ટેલિવિઝન પર આવવું જોઈતું હતું અથવા રૂબરૂમાં આવીને પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.ગુરુવારે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 


આ ઘટનાના 5 દિવસ બાદ પણ તે જોવા મળ્યા નથી. લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવી ન હતી. આ દરમિયાન બાઈડને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે.બાઈડનની જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ આશંકા છે કે બાઈડન ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈડનની તબિયત ઝડપથી બગડી રહી છે અને તેથી તેમને લોકો સામે લાવવામાં આવી રહ્યા નથી.

Reporter: admin

Related Post