અમદાવાદ :ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આજે 29 મે ફરી એકવાર મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોક ડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.
નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ.એ. શેખએ જણાવ્યું છે કે, 'ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29 મે 2025ના રોજ દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાવાની સૂચના આપી હતી. પરંતુ ભારત સરકારના ડી.જી.સી.ડી.ના મેસેજથી ઉપરોક્ત 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ વહીવટી કારણોસર હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.
નવી તારીખો નવેસરથી જાણ કરવામાં આવશે.'હાલ પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી 'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલનો આદેશ અપાયો હતો, તેને સ્થગિત કરી દેવાયો છે.
Reporter: admin