દિલ્હી : પાકિસ્તાન એજન્ટ્સ મારફતે અદિતી સહિત 5 મહિલા જાસૂસોની જાળ બિછાવી જાસૂસીના કામમાં યુવતીઓને હથિયાર બનાવ્યું છે.
પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેને પગલે પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું. ભારત સામે લડવામાં ડરપોક પાકિસ્તાન એજન્ટ્સ મારફતે કોલ્ડ વોર ચાલુ જ રાખે છે. હવે તેણે જાસૂસીના કામમાં યુવતીઓને હથિયાર બનાવ્યું છે.યુટ્યુબર જ્યોતિ માલ્હોત્રા પાકિસ્તાનના પુરુષ PIO(પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ) દાનિશના કહેવામાં અને લાલચમાં આવી ગઈ. એ જ રીતે ગુજરાતના બોર્ડર ડિસ્ટ્રિક્ટમાંથી સેનાને લગતી ઇન્ફોર્મેશન મેળવવા મહિલા PIOનું ગ્રુપ સતત શિકાર શોધી રહી છે.અદિતી સહિત 5 મહિલા જાસૂસોએ જાળ બિછાવી પાકિસ્તાને યુવા જાસૂસ મહિલાઓની ફોજ બનાવી છે. તાજેતરમાં જ ગુજરાત ATSએ કચ્છ માંથી સહદેવસિંહ ગોહિલ નામના હેલ્થ વર્કરની ધરપકડ કરી છે.
સહદેવસિંહ ગોહિલ હાલ ATSની રિમાન્ડ કસ્ટડીમાં છે અને ભારતીય એજન્સી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે અદિતિ ભારદ્વાજે તેની પાસેથી કેટલી ઇન્ફોર્મેશન મેળવી છે. જે અદિતિ ભારદ્વાજ નામની પાકિસ્તાની જાસૂસને નેવી અને BSF બિલ્ડિંગના ફોટો, વિડિયો અને લોકેશન આપતો હતો. પરંતુ આ ફોજમાં અદિતિ ભારદ્વાજ એકલી નથી. તેમાં શાહીમા, અદ્વિકા પ્રિન્સ, અદિતિ તિવારી અને રીયા નામની પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસર અથવા જાસૂસ એક્ટિવ છે.બોર્ડર વિસ્તારમાં 2 વર્ષમાં જાસૂસીના 5 કેસ નોંધાયા ATS દ્વારા ગુજરાતના બોર્ડર એરિયા જેવા કે કચ્છ, જામનગર અને પોરબંદરમાંથી છેલ્લા બે વર્ષમાં 5 જાસુસી કેસ નોંધાયા છે. જેમાં યુવા મહિલા પાકિસ્તાની એજન્ટ્સે ગુજરાતી પુરષોને દોસ્તીની જાળમાં ફસાવી પાકિસ્તાન માટે ભારતીય આર્મીની હલચલ, બિલ્ડિંગ અને સંપત્તિ વિશે સેન્સિટિવ ઇન્ફોર્મેશન કઢાવી લીધી છે.
Reporter: admin







