News Portal...

Breaking News :

અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી

2025-05-29 10:08:01
અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી


અમદાવાદ :શહેરમાં મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની શરૂઆત લગભગ અઢીથી ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. જોકે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. 



અમદાવાદમાં ગત રાત્રે એસ.જી. હાઈવે, જુહાપુર-સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઈન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી અને તે સાચી પણ પડતી દેખાઈ રહી છે. આ સાથે થોડા દિવસો સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



માહિતી અનુસાર અમદાવાદમાં મોડી રાતે એટલો વરસાદ પડ્યો કે બાપુનગરના અજિત મિલ ચાર રસ્તા, અમદુપુરાના વોરાના રોઝા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે મોડી રાતે વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ન ઓસરતાં તંત્રની પોલ ખુલતી પણ દેખાઈ રહી છે.

Reporter: admin

Related Post