News Portal...

Breaking News :

વડોદરા મહાનગરપાલિકા દ્વારા Rain Water Harvestingની કામગીરી

2025-02-05 12:02:02
વડોદરા મહાનગરપાલિકા દ્વારા Rain Water Harvestingની કામગીરી


ભારત સરકારનાં જળશક્તિ વિભાગનાં જળ સંચય અભિયાન અંતર્ગત 'Catch the Rain" નાં અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા "Rain Water Harvesting" ની કામગીરીનું ખાતમુહર્ત કરાયું છે. 


વડોદરા શહેરમાં ભુગર્ભજળને રીચાર્જ કરવા અને જળસ્તરને ઊંચું લાવવા અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૦ કરોડનાં ખર્ચે આશરે ૩૦૦-૪૦૦ લીટર/મિનિટની પેરકોલેટિંગ ક્ષમતા ધરાવતાં અંદાજે ૧૦૦ નંગ ડીપ રિચાર્જ વેલ તથા શહેર વિસ્તારમાં રહેણાંક વિસ્તારો/સોસાયટીઓ અને અન્ય જાહેર જગ્યાઓએ "Catch the Rain" અભિયાન અંતર્ગત રૂ.૧૦ કરોડનાં ખર્ચ હેઠળ આશરે ૪૦૦ થી પણ વધુ સ્થળોએ ૧૦ જેટલી વિવિધ ડિઝાઇન/મોડેલો (આશરે ક્ષમતા - ૧૦૦ લીટર/મિનિટ) ધરાવતાં રેન વોટર હર્વેસ્ટિંગની કામગીરીનો આજે શુભારંભ થઇ રહ્યો છે.


હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે ૨૦ થી ૨૫ અલગ અલગ જગ્યાઓ પર એક સાથે કામગીરી કરવામાં આવનાર છે.ઉક્ત બંને કામગીરીઓ હેઠળ કુલ રૂ.૨૦ કરોડના ખર્ચે અંદાજે ૫૦૦ જેટલી જગ્યાઓએ તમામ કામગીરીઓ જુન-2025 પહેલાં એટલે Pre-Monsoon ની કામગીરીનાં ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે.સદર કામગીરીઓ માટે શહેરનાં ચારેય ઝોન વિસ્તારોમાં સ્થાનિક સભાસદના સૂચનો તથા Water Logging સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાઓએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાંટ હેઠળ પણ આવરી લઇ Rain Water Harvesting કામગીરી કરવામાં આવશે, જેથી જે જગ્યાઓએ વરસાદી પાણીનો ભરાવો થતો અટકાવી તેને ભૂગર્ભમાં રીચાર્જ કરી શકાશે. જેનાંથી વરસાદી પાણી ભરાવવાનાં પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે.

Reporter: admin

Related Post