News Portal...

Breaking News :

પાલિકાની વડી કચેરી ખાતે માત્ર બે ટ્રક ભરી સામાન જપ્ત કર્યો

2025-02-05 11:29:43
પાલિકાની વડી કચેરી ખાતે માત્ર બે ટ્રક ભરી સામાન જપ્ત કર્યો


વડોદરા : મહાનગર પાલિકા શહેરના અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવામાં નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે. 


પાલિકાની વડી કચેરી ખાતે સવાર થી મોડી રાત્રે સુધી રોડ પર અડિંગો જમાવીને બેઠેલા દબાણો શહેરના અનેક વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે ગત સાંજે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ દબાણો ટ્રાફિક વ્યહાર અને રાહદારીઓને ખુબજ મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર આંધળું બહેરું હ હોય તેવું લાગી રહ્યું છે. 


આ દબાણોના કારણે અનેક વખત અકસ્માતના બનાવો બન્યા છે. પાલિકાની દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટના દબાણો દૂર કરવા પહોંચતા પહેલા જ અફડા તફડી મચી જવા પામી  હતી. અને દબાણ શાખા દ્વારા માત્ર દેખાવો કરવા માટે માત્ર બે ટ્રક ભરીને લારી અને સમાન જપ્ત કર્યો હતો પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ દબાણો કાયમી નિકાલ થશે પાલિકા ની દબાણ શાખા ટીમ ના પંચાલ સાહેબ ની સૂચના થી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Reporter:

Related Post