News Portal...

Breaking News :

સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 10ના મોત : અનેક ઘાયલ

2025-02-05 10:15:11
સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 10ના મોત : અનેક ઘાયલ


ઓરેબ્રૂ: યુરોપિયન દેશ સ્વિડનના ઓરેબ્રૂ શહેરમાં એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે,જેમાં ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામી ગયા. 


આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે. પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે. 


કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.

Reporter: admin

Related Post