વધારાનો સ્ટોક હશે એટલે સેન્ટ્રલ સ્ટોરમાં મોકલ્યો અધિકારીનો હાસ્યાસ્પદ જવાબ...
પાલિકા કોન્ટ્રાકટર પાસેથી વધારાનો માલ ખરીદે છૅ? અને કોન્ટ્રાકટર આપે છૅ?

વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને વડોદરાની જનતાના ટેક્સરુપે આવેલા પૈસાની કોઇ જ પડી નથી કે કદર પણ નથી. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ખુલ્લામાં પ્લાસ્ટિકની પાઇપો, પાણીના મીટરો અને બ્રિજના બિમ વપરાયા વગરના પડી રહ્યા છે. સેન્ટ્રલ સ્ટોરમાં વપરાયા વગર સડી રહેલા આ કરોડો રુપિયાના માલનો જવાબદાર કોણ છે તે સવાલનો જવાબ કમિશનર સહિત કોઈ અધિકારી આપવા તૈયાર નથી. આ માલ ગયા જાન્યુઆરી માસમાં સેન્ટ્રલ સ્ટોરમાં લવાયેલો છે. તેમ અધિકારી નુ કેહવું છૅ અમારી જાણ મુજબ આ માલ એક વર્ષ થી વધુ સમય થી પડી રહેલો છૅ. જો સેન્ટ્રલ સ્ટોરનુ ઈન અને આઉટ રજુસ્ટર ચેક કરાય તો દૂધ નુ દુધ અને પાણીનુ પાણી થઇ જાય.જરુર કરતા વધારે માલ ખરીદીને પછી સેન્ટ્રલ સ્ટોરમાં ભંગાર હાલત થઇ જાય ત્યાં સુધી મુકી રાખવાની અધિકારીઓની આ ચાલ દરેક વડોદરાવાસી સમજી શકે છે. અધિકારીઓ પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ કરી રહ્યા છે.

પારકા પૈસે દિવાળી કરવામાં માનતા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જરુર ના હોય તો પણ વધારે માલ મંગાવીને કટકી કરી લેતા હોવાનું સેન્ટ્રલ સ્ટોરમાં જોવા મળે છે.કારણ કે સેન્ટ્રલ સ્ટોરમાં પાણીના મિટરો તથા પ્લાસ્ટીકની પાઇપો અને અટલાદરા બાજુ અટલ બ્રિજમાં ઉપયોગમાં ના લેવાયેલા બિમ વપરાયા વગરના પડી રહ્યા છે. ખુલ્લામાં પડી રહેવાના કારણે મીટર, પ્લાસ્ટીકની પાઇપો અને બિમ સડી રહ્યા છે. પ્લાસ્ટીકની પાઇપોમાં તો કાણા પડી ગયા છે. જો તમારે જરુર ના હોય તો તમે શા માટે ખરીદી કરી તે સવાલ પુછાય તે સ્વાભાવિક છે.અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં તેને મદદ કરવા આ માલ મંગાવેલો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઇએ. આ સડી રહેલો માલ જોઇને કોઇ પણ વડોદરાવાસી નું આંતરમન કકળી ઉઠે કારણ કે આ તેના પૈસામાંથી મંગાવેલો માલ છે અને કોર્પોરેશનના અધિકારીઓએ પ્રજાના પૈસાનો વેડફાટ કરવાનો અધિકાર નથી. કમિશનર સહિત ના અધિકારીઓને આ બાબતે ફોન કરવામાં આવ્યો હતો તેમને ફોન રિસીવ કર્યો ન હતો.આ મામલે ઉંડી તપાસ કરાવવી જોઇએ ક્યા અધિકારીઓની બેદરકારીથી આ માલ વર્ષોથી અહીં પડી રહ્યો છે. શા માટે પડી રહ્યો છે અને ક્યા કામો માટે આ માલ મંગાવાયેલો છે. જો કોઇ કામ માટે આ માલ મંગાવેલો હતો તો પછી તેનો કેમ ઉપયોગ ના કરાયો તે સવાલ પણ ઉઠી રહ્યો છે. આ ક્યા વિભાગનો માલ પડી રહ્યો છે તેનો કમિશનરે ખુલાસો કરવો પડશે
વધારાનો સ્ટોક હશે એટલે સેન્ટ્રલ સ્ટોરમાં મોકલ્યો હશે...
આ માલ મીટર વિભાગનો છે.અન્ય બીજા વિભાગનો છે. તેમને ત્યાં વધારાનો સ્ટોક હશે એટલે સેન્ટ્રલ સ્ટોરમાં મોકલી દેવાયો છે. લગભગ જાન્યુઆરી માસમાં આ માલ સેન્ટ્રલ સ્ટોરમાં લવાયેલો છે. હવે તેનો ઉપયોગ જે વિભાગને કરવો હોય તે કરી શકે છે તે બાબતે એક પરિપત્ર પણ કરાયો છે.
હર્શીતભાઇ શાહ, અધિકારી, સેન્ટ્રલ સ્ટોર
વધારાનો સ્ટોક આવે ક્યાંથી એક મોટો સવાલ...
સેન્ટ્રલ સ્ટોરના અધિકારી ભલે એમ કહી રહ્યા હોય કે જાન્યુઆરી મહિનાથી આ માલ સ્ટોરમાં આવેલો છે પણ અમારી જાણ મુજબ આ માલ છેલ્લા એક વર્ષ થી વધુ સમય થી ત્યાં પડી રહ્યો છે. આ અધિકારી અને કોન્ટ્રાકટર ની મીલીભગત હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આ રીતે વધારે માલ ખરીદીને કોઇકને ફાયદો કરાવાનો કારસો રચાયો છે અને સેન્ટ્રલ સ્ટોરના અધિકારી એ માત્ર લૂલો બચાવ જ કર્યો છે. અધિકારી ઇન આઉટ રજીસ્ટર બતાવે તો પોલ ખુલી શકે છે

Reporter: admin







