News Portal...

Breaking News :

ગંભીર પ્રદૂષણથી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને ઓનલાઇન શિક્ષણ

2024-11-15 09:40:36
ગંભીર પ્રદૂષણથી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને ઓનલાઇન શિક્ષણ


નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર બનતા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ એલર્ટ જારી કર્યું છે. 


કમિશન ફોર એર કવોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ ઇમરજન્સી બેઠક બોલાવી એનસીઆરમાં ગ્રેપ (ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન)ના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે. ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં  તેમને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ ભણાવવામાં આવશે.સીએક્યુએમની આ જાહેરાત પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે હાલમાં ગ્રેપ-૩ લાગુ કરવામાં આવશે નહીં. જો કે સીએક્યુએમની બેઠક પછી ગ્રેપ-૩ને અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે. જ્યારે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં આવી જાય છે ત્યારે ગ્રેપ-૩ના પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવે છે. 


ગ્રેપ-૩ હેઠળ નિર્માણ અને તોડફોડના કામમાં બોરિંગ અને ડ્રિલિંગ, પાઇલિંગ વર્ક, ઓપન ટ્રેચ સિસ્ટમથી થનારી સીવર લાઇન, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિક કેબલના કામ, ઇંટ ભઠ્ઠી વગેરેના કામ, આરએમસી બેચિંગ પ્લાન્ટ, મોટા વેલ્ડિંગ કામ,  અને ગેસ કટિંગ કામ થઇ શકશે નહીં.કાચી સડકો પર કાર ચલાવી શકાશે નહીં. કાટમાળનું ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે નહીં. તમામ સ્ટોન ક્રેશર ઝોન બંધ રહેશે. ખાણકામ અને તેની સંબધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે.બીએસ-૩ પેટ્રોલ અને બીએસ-૪ ડીઝલના વાહનો પર દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં પ્રતિબંધ રહેશે. બીએસ-૩ના હલકા માલવાહક વાહનો પર પ્રતિબંધ રહેશે.

Reporter: admin

Related Post