*ખેડૂતમિત્રો ફળ પાકોના વાવતેર માટે તા.૧૫મી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે*
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં ફળ પાકોનું વાવેતર કરવા માંગતા ખેડુતો માટે વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આઇ-ખેડૂત પોર્ટલ પર આંબા, જામફળ, કેળ (ટીસ્યુ), ટીસ્યુકલ્ચર ખારેક, નાળીયેરી, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), દ્રાક્ષ, કિવિ,પેશન ફ્રુટ, દાડમ, લીંબુ, પપૈયા, સરગવા વગેરે તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) માટે સહાય મેળવવા માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે http://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવા માટે સંયુક્ત બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
Reporter: admin