News Portal...

Breaking News :

ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા બટાકાનો મોંઘવારી દર64.05 ટકા

2024-06-14 22:36:27
ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા  બટાકાનો મોંઘવારી દર64.05 ટકા



નવી દિલ્હી  :જથ્થાબંધ ભાવ સૂચકાંક દ્વારા આજે ડેટા જાહેર કરવામાં આવ્યો છે.મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 32.42 ટકા હતો. એપ્રિલમાં આ દર 23.60 ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા છે, બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા છે. જો કઠોળના ફુગાવાનો દર  21.95 ટકા છે. આ આંકડાઓએ જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો દર્શાવ્યો છે. આ વધારો 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મે 2024ની વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.61 ટકા પર આવી ગયો છે. જો અગાઉની વાત કરીએ તો એપ્રિલ 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 1.26 ટકા હતો. જો આપણે એક વર્ષ પહેલાની વાત કરીએ તો મે 2023માં આ દર -3.8 ટકા હતો. આજે જાહેર કરવામાં આવેલ આ ડેટા ફેબ્રુઆરી 2023 પછી સૌથી વધુ છે.



એપ્રિલની સરખામણીએ મે મહિનામાં તેમાં બમણો વધારો થયો છે અને તે એકંદરે 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને છૂટક બજાર પર જોવા મળશે. હવે આરબીઆઈ આ અંગે શું નિર્ણય લે છે.



શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.61 ટકા થયો છે. ગયા વર્ષે મે મહિનામાં આ દર શૂન્યથી નીચે -3.61 ટકા હતો. જો WPI ડેટાનું માનીએ તો મે મહિનામાં ફુગાવાનો દર 9.82 ટકા વધ્યો છે. જ્યારે એપ્રિલમાં આ દર 7.74 ટકા હતો. મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 32.42 ટકા હતો. એપ્રિલમાં આ દર 23.60 ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા છે, બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા છે. જો કઠોળના ફુગાવાનો દર  21.95 ટકા છે.

Reporter: News Plus

Related Post