વડોદરાના જનસેવા કેન્દ્ર એટલે નર્મદા ભુવન જ્યા વડોદરા શહેર અને જિલ્લા ના હજારો લાખો લોકો પોત પોતાના કામ અર્થે આવતા હોય છે જેમ કે આધાર કાર્ડ, આવકનો દાખલો, ખેડૂતો પોતાના ૭/૧૨ જોઇતા જરૂરી દાખલ અને અગત્ય ના દસ્તાવેજ ની નકલ અને અસલ માટે આવતા હોય છે. આમ જોવા જઈએ તો નર્મદા ભુવન એ વડોદરા અને વડોદરા જિલ્લા માટે હૃદય સમાન છે.
જો નર્મદા ભુવન માં એક દિવસ સિસ્ટમ બંધ રહે તો સમજો લાખો લોકો ને નુકશાન સાથે લાખોનું નુકશાન થાય એ છે. વડોદરા ના નર્મદા ભુવન માં ગણી બધી વ્યવસ્થા એવી છે જેમાં અસંધારા, ચૂંટણી લક્ષી, જમીન પર કબજો, દસ્તાવેજો, જેવા અને કામો ને ન્યાય આપવા માટે કલેક્ટર કક્ષા ના અધિકારીઓ ની કચેરી અને ઓફિસો આવેલી છે. નર્મદા ભુવન કાયમ ચર્ચા માં રહ્યું છે ત્યારે આજે નર્મદા ભુવનની હકીકત બતાવવા જઈ રહ્યું છે. નર્મદા ભુવન ની કચેરીઓ માં સલેબના ગાબડાં પડી ગયા છે. તિરાડો પડી ગઈ છે
તો ક્યાંક સ્કેબ ના સળિયા બહાર આવી ગયા છે. ક્યાંક પાણી લીકેજ તો ક્યાંક ગંદકી આ નેતાઓ ને કયાં કોઇ દસ્તાવેજો ની જરૂર છે કે એ પોતે વર્ષ માં એક વાર પણ આ સરકારી કામ કાજ કરતું નર્મદા ભુવન માં જોવા જાય એમને તો માટે પોતાના કામ સિવાય પ્રજા માટે ક્યાં સમય છે. પણ આજે વડોદરા ના મેયર, ધારાસભ્યો, કાઉન્સિલરની નર્મદા ભુવનની મુલાકાત લેવી જોઈએ વડોદરા શહેર નર્મદા ભુવન ની પાછળના ભાગે ઇમારત હાલતમાં જોવા મળી હાલ થોડાક દિવસો બાદ ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે વડોદરા શહેરમાં અનેક જયારે ઈમારતોને ઉતારા માટે વડોદરા મહાનગરપાલિકાને ફાયર બ્રિગેડ ની ટીમ કામે લાગતી હોય છે ત્યારે શું આ ઈમારતને પણ નોટિસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ જોઈ રહ્યું.....
Reporter: News Plus