News Portal...

Breaking News :

બીમારી, એજ્યુકેશન, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPF થી એક લાખ રૂપિયા કાઢી શકાશે

2024-05-17 19:51:37
બીમારી, એજ્યુકેશન, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPF થી એક લાખ રૂપિયા કાઢી શકાશે


નવી દિલ્હી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ પીએફથી પૈસા કાઢવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. ઈપીએફઓએ ઓટો મોડ સેટલમેન્ટની શરૂઆત કરી છે. તેનાથી 6 કરોડથી વધુ પીએફ મેમ્બરને લાભ મળશે. આ એક એવી સુવિધા છે. જે ઈમરજન્સીમાં પીએફ સભ્યોને ફંડ પ્રોવાઈડ કરે છે. જે હેઠળ હવે 3 દિવસમાં જ પૈસા તમારા એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે.


ઓટો-મોડ સેટલમેન્ટ હેઠળ ઈમરજન્સીના સમયે કર્મચારી પોતાના ઈપીએફથી એડવાન્સ રૂપિયા કાઢી શકે છે. EPFO અમુક પ્રકારની ઈમરજન્સી માટે પોતાના સબ્સક્રાઈબર્સને ફંડથી પૈસા કાઢવાની સુવિધા આપે છે. તેમાં ઈમરજન્સી બીમારીની સારવાર, એજ્યુકેશન, લગ્ન અને ઘર ખરીદવાનું સામેલ છે. તેમાંથી કોઈ એક ઈમરજન્સી માટે તમે પીએફ એકાઉન્ટથી એડવાન્સ ફંડ કાઢી શકે છે.

ઈમરજન્સીમાં આ ફંડના ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ 2020માં જ થઈ ગઈ હતી પરંતુ ત્યારે માત્ર બીમારીના સમયમાં જ રૂપિયા કાઢી શકાતા હતા. હવે તેનો વિસ્તાર વધારી દેવાયો છે. તમે બીમારી, એજ્યુકેશન, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPF થી રૂપિયા કાઢી શકો છો. તેની સાથે જ હવે સબ્સક્રાઈબર્સ બહેન કે ભાઈના લગ્ન માટે પણ એડવાન્સ ફંડ કાઢી શકે છે.


EPF એકાઉન્ટથી એડવાન્સ ફંડની લિમિટ વધારી દેવાઈ છે. પહેલા આ લિમિટ 50,000 રૂપિયા હતી, જે હવે 1 લાખ રૂપિયા કરી દેવાઈ છે. એડવાન્સ કાઢવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા થઈ જશે. કોઈનાથી અપ્રૂવલની જરૂર હોતી નથી. રૂપિયા તમારા એકાઉન્ટમાં ત્રણ દિવસની અંદર આવી જાય છે. જોકે તમારા અમુક દસ્તાવેજ સબમિટ કરાવવા જરૂરી હશે. તેમાં KYC, ક્લેમ રિક્વેસ્ટની એલિજિબિલિટી, બેન્ક એકાઉન્ટ ડિટેલ સામેલ છે.

Reporter: News Plus

Related Post