વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. સ્થાયી સમિતિના સભ્યોની ડેપ્યુટી કમિશનર દ્વારા અપમાન કરાયું હોવાની રજૂઆત પગલે આ સભા મુલતવી કરાઈ હતી.
સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ યોજાઈ હતી. જેમાં એજંડા ઉપર એક કામ લેવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવના ઝાલા ઉપસ્થિત રહ્યા ન હતા. સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ડેપ્યુટી કમિશનર દ્વારા તેઓનું અપમાન કરવામાં આવ્યું હતું.
તેઓ પોતાના વિસ્તારમાં સાફ સફાઈના મુદ્દે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હવે કચરો નહી થાય તેની બાંહેધરી આપો તો સફાઈ કરાવું. આ મુદ્દે તબંને વચ્ચે રક્ઝક ચાલી હતી. અને જાગૃતિ કાકા નું અપમાન થયું હતું. જે વાત તેઓએ સભામાં મુકાતા અન્ય સભ્યોએ તેઓને સહકાર આપ્યો હતો. અને તેના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
Reporter: News Plus