જિલ્લામાં સુરાગપરા ગામેં ઊંડા બોર માં પડેલી દોઢ વર્ષની બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી, પણ બાળકી જીવિત ન રહી શકી.
સત્તર કલાક આરોહીને બોર માથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહ બોરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. આરોહી મોત સામેની જંગ હારી ગઈ હતી. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી છે. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે.ગઈકાલે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.
બાળકીને બચાવવાં ગાંધીનગરથી પણ NDRF ની એક ટીમ સુરગપરા ગામે રવા રવાના થઇ છે.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઇ ભીખાભાઇ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવાની દોઢ વર્ષની આરોહી નામની બાળકી બપોરના 12 વાગ્યાની આસપાસ રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી.
Reporter: News Plus