જેમ મુસ્લિમોમાં કુરાન હિન્દુમાં ગીતા તથા ક્રીસ્ચનમાં બાઇબલનું મહત્વ છે તેમ જૈન ધર્મમાં કલ્પસૂત્ર પુસ્તકનું ખૂબ મહત્વ શાસ્ત્રકાર ભગવાન એ બતાવ્યું છે.
જૈનોના પર્યુષણના પર્વના આજના ત્રીજા દિવસે કલ્પસૂત્રની બોલી ભાવિકો સંઘમાં બોલતા હોય છે અને જે ભાવિક ઉંચી બોલી બોલે તેના ઘરે કલ્પસૂત્ર વાસ્તે ગાસ્તે ચતુર્વેદ સંઘ સાથે લઈ જઈને રાત્રિજગો કરવાનો હોય છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમિસુરી સમુદાયના ધર્મરત્ના શ્રીજી તથા રાજધર્મા શ્રીજી મહારાજની નિશ્રામાં કલ્પસૂત્રની ઉછરામણી બોલાઈ હતી જેમાં લાભાર્થી એડવોકેટ કશ્યપ શાહ પરિવારે લાભ લઈને પોતાના ઘરે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે કલ્પસૂત્રની પધરામણી કરી હતી. બહેનોએ કલ્પસૂત્ર અને ગુરુદેવની પ્રદક્ષિણા કરી અને મંગલ ગરબા લીધા હતા
ત્યારબાદ ગુરુદેવે ઉપસ્થિત શ્રાવક- શ્રાવિકાઓને માંગલિક ફરમાવ્યું હતું .દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહ તથા ભુપેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે વાજતે ગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતને વહોરાવવામાં આવશે.તેની જ્ઞાનની પાંચ પુજાઓ તથા અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવશે. ત્યારબાદ ગુરુદેવ તેનું વાંચન ફરમાવશે. વધુમાં સાધ્વીજી ભગવંત ધર્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું કે જે ભાવિકો ભાવથી 21 વખત કલ્પસૂત્ર સાંભળે તેનો અવશ્ય મેવ મોક્ષ થાય છે એવું શાસ્ત્રમાં વિધાન બતાવેલું છે. કલ્પસૂત્રમાં મુખ્યત્વે 24 તીર્થંકરનું ચરિત્ર આવે છે તેમાં પણ મુખ્યત્વે પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન નું ચરિત્ર ગુરુ મહારાજ ફરમાવતા હોય છે. ભગવાન મહાવીરના નિર્માણ પછી 980 વર્ષ પછી આ કલ્પસૂત્રની પરંપરા શરૂ કરવામાં આવી છે.
Reporter: admin