આજરોજ વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા વડોદરા જીલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેટરનરી ડિસ્પેન્સરી, વડોદરાના ભૂતડી ઝાપા ખાતે એન્ટિ હડકવા વિરોધી રસીકરણ કેમ્પ'નું આયોજન કરી ‘વર્લ્ડ ઝૂનોસિસ ડે’ની ઉજવણી કરવામાં આવી.
દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ ઝૂનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઝૂનોટિક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઝૂનોટિક રોગોને કારણે પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડનારા જોખમો વિશે જાગૃતિ ફેલાવીને આવા રોગોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો વિચાર કરવામાં આવે છે. ઝૂનોટિક રોગોની રોકથામ તરફ કામ કરનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ઝૂનોસિસ અથવા ઝૂનોટિક રોગો એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે.
વિશ્વ ઝૂનોસિસ દિવસ દર વર્ષે 6 જુલાઇના રોજ ઉજવાય છે. ઈન્ફલ્યુએન્ઝા, ઈબોલા અને વેસ્ટ નાઈલ વાયરસ જેવા ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદગારીમાં દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1885માં 6 જુલાઇના રોજ ફ્રેન્ચ જીવવિજ્ઞાની લુઈસ પાશ્ચરે એક નાના છોકરાને હડકવા માટેની રસી આપી હતી જેને હડકાયું કૂતરું કરડ્યું હતું. આ રસી એ છોકરાને ચેપથી બચાવી લીધો હતો. તેથી દર વર્ષે આ તારીખ વિશ્વ ઝૂનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Reporter: News Plus