મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, વડોદરા દ્વારા તા.૦૮ થી ૧૫ ઓકટોબર ૨૦૨૪ ના રોજ તરસાલી આઈ. ટી. આઈ. ખાતે રોજગાર અને અનુબંધમ પોર્ટલમાં નામ નોંધણી કેમ્પ તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી.
વડોદરા તથા ગુજરાત સરકારના મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના સંયુકત ઉપક્રમે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર) અને ઓર્થો પગની દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથ થી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના સ્ત્રી પુરૂષો જે ધો. ૮ પાસ ,૧૦ પાસ, આઈટીઆઈ, ૧૨ પાસ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ માત્ર બહેનો માટે તરસાલી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં ૨૦ જેટલા નોકરીદાતા દ્વારા ૮૦૦ થી વધુ ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા (વેકન્સી )માટે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
જેમાં ૪૦૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.તેમાંથી ૧૧૭ જેટલા ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામાં આવી હતી.આ કેમ્પમાં મદદનીશ નિયામક (રોજગાર ) અલ્પેશ ચૌહાણ,કચેરીના કાઉન્સેલર અને કર્મચારી દ્વારા હાજર ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ, અગ્નીવીર અને સંરક્ષણ ભરતી માટેની ફી નિવાસી તાલીમ તેમજ વિદેશમા રોજગારી કે શિક્ષણ માટે જતા પહેલા સેફ લીગલ માઈગ્રેશન માટે માર્ગદર્શન મેળવીને ૨૦૦ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કરાવવામાં આવી હતી.
Reporter: admin