સાવલીમાં પ્રાથમિક સુવિધા ને લઈને મીડિયા દ્વારા સવાલો પૂછતા સંજય પટેલે જણાવ્યું કે શૈચાલયો ક્યાં આવ્યા છે. અને કયા શૌચાલયમાં દુકાનો ચાલે છે.

મીડિયા કર્મી દ્વારા સવાલો પૂછવામાં આવ્યા એક અઠવાડિયામાં ત્રણ દિવસ નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવું જરૂરી હોય છે પણ આ ચીફ ઓફિસર છેલ્લા ઘણા સમયથી જન્મ અને મરણના દાખલા માટે સાવલી નગરના નગરજનો ને ધક્કા ખવડાવતા હોય તેવું પણ જાણવા મળ્યું.સાવલીમાં થોડાક દિવસ પહેલા ભાટપુરા ચોકડી આગ લાગી હતી .ત્યારે સાવલી નગરનું ફાયર ફાઈટર ન હતું અને આપણને પૂછવામાં આવ્યું ત્યારે મીડિયા કર્મી ને ટેલીફોનિક વાતચીતમાં ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા.
સાવલીના રોડ રસ્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે આ સાવલી પોલીસ સ્ટેશનના મુખ્ય દ્વાર પર આવેલ મસ્ત મોટા ખાડા ઓ આરએમબીમાં વિભાગ માં આવે છે. પણ હકીકત તો એ છે કે સાહેબને એટલું પણ ખબર નથી કે આ રોડ સાવલી નગરપાલિકા. વિસ્તારમાં આવે છે. સાવલીમાં વિકાસના કામોમાં થઈ રહ્યા છે એ જગ્યા ઉપર ચીફ ઓફિસર કોઈ દિવસ જોવા પણ નથી આવ્યા.સાવલીના પ્રમુખ હર્ષ પટેલ ચીફ ઓફિસર સંજય પટેલનો લૂલો બચાવ કરતા હોય તેવું લોક ચર્ચાઓ ચાલી રહી છે. પણ ચીફ ઓફિસર નો લૂલો બચાવ કરતા પહેલા વિચારવું જોઈએ કે સાવલીમાં કઈ પ્રાથમિક સુવિધા નો અભાવ છે અને કેટલા સમયથી ફાયર ફાઈટર ની ગાડી બંધ હાલતમાં છે.
Reporter: admin







