ઢાકા : ઢાકાની કોર્ટે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના ધાન મોન્ડી સ્થિત નિવાસ સ્થાન સુદાસદન (સુધા-સદન) જપ્ત કરવા હુક્મ કર્યો હતો.
આ ઉપરાંત ભારતમાં દેશવટો ભોગવી રહેલાં તેઓના કુટુંબીજનોની મિલકતો પણ જપ્ત કરવા હુક્મ કર્યો હતો. હસીનાના કુટુંબીજનોના કુલ 124 બૅન્ક એકાઉન્ટસ પણ જપ્ત કરાયા હતા. હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોય, પુત્રી ઐમા વાઝેદ પુતુલ, હસીનાનાં બહેનો શેખ રેહાના તેમના પુત્રી તુબિમ સિદ્દીકી અને રદ્દવાજૂ મુજીબ સિદ્દીકીના પણ નિવાસ સ્થાનો અને બૅન્ક એકાઉન્ટસ જપ્ત કરવા ઢાકાની કોર્ટે હુક્મ કર્યો છે.ઉલ્લેખનીય તે છે કે શેખ હસીનાના જન્નતનશી પતિ પરમાણુ વિજ્ઞાની એમ.એ.વાઝેદ મીયાં જેઓને દેશના લોકો પ્રેમથી શુધા મિયાં કહેતા હતા.
તેઓનાં નામ ઉપરથી શેખ હસીનાનાં નિવાસ સ્થાનનું નામ સુદા સદન રખાયું હતું.બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશને(એ.સી.સી.) કરેલી અરજીના પગલે ઢાકાના મેટ્રો પોલિટન સિનિયર જજ ઝાકીર હુસૈન ધાવીબે, મંગળવારે આ જપ્તી હુક્મ કર્યો હતો. આશ્ચર્યની વાત તે છે કે આ હુક્મ કરતાં પૂર્વે તેઓએ હસીના કે તેમના કુટુંબીજનોને વકીલ દ્વારા પણ રજૂઆત કરવાની તક આપી ન હતી. આમ જસ્ટિસ બાય ટ્રાયલનો મૂળભૂત સિદ્ધાંત જ તે જજે ઉદેશ્યો હતો. રૂલ ઑફ લૉનો તો આ મૂળભૂત સિદ્ધાંત છે તે ભૂલાઈ જ ગયો હતો.
Reporter: admin







