શ્રી પુણ્ય પવિત્ર જૈન સંઘ સુભાષ પાર્ક ખાતે આવેલ કલીકુંડ પાર્શ્વનાથ જિનાલય ના પ્રમુખ નિતિનભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘ માં પંચાનહિકા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે જુન રુપમ ટોકિઝ થી સાધુ સાધ્વીજી ભગવંતો નું ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું
સંઘ ના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારી એ જણાવ્યું કે ગુરુદેવ ના સ્વાગત માટે જૈન એલર્ટ ગ્રુપ ના બેન્ડે ભક્તિ ગીતો ની રમઝટ બોલાવી હતી.અને રસ્તા માં ભારે આકર્ષણ જમાવ્યું હતું.જૈન બાલિકાઓ અને શ્રાવિકાઓ એ માથે મંગલ બેડા મુકી મંગલ ગીતો ગાયા હતા.
દરમ્યાનમાં સંઘ ના ટ્રસ્ટી કે.સી. શાહ તથા બાબુભાઈ ચપલોતે જણાવ્યું હતું કે સંઘ માં ૧૧ થી ૧૫ સુધી પાંચ દિવસ નો મહોત્સવ યોજાશે જેમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે
આજના કાર્યક્રમમાં સ્વાગત ગીત નાની ૬ વર્ષ ની શારવી શાહે સુંદર ગીત રજૂ કર્યું હતું.
વધુ માં ઉપાધ્યાય રાજતિલક વિજયજી મહારાજે જનમેદની ને માનવ દુઃખ ને દબાવે છે .નરક માં માત્ર દુઃખ જ છે. એક વાર નર્ક માં જન્મ લે એટલે ૧૦,૦૦૦ વર્ષ સુધી નું મીનીમમ આયુષ્ય ભોગવું પડે. એક પણ ક્ષણ માનવી વધારે જીવી શકતો નથી એટલે જેટલો સમય માનવ ને મળ્યો છે તેનો ઉપયોગ જીવન ને સફળ બનાવી લેવા હિત શિક્ષા આપી હતી.
વધુ માં પંન્યાસ ડો.રાજસુંદર વિજયજી એ જણાવ્યું કે આપણ ને આપડું નામ ભગવાન સાથે જોડવાનું ગમે કે ભગવાન પોતાના લીસ્ટ માં આપણું નામ ભકત તરીકે રાખે તે ગમે..
આજ ના કાર્યક્રમ માં યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સંગીતકાર જયેશ ચુડગર, શૈલેષ શાહ સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: News Plus