સદ્દગુરૂ સંપ્રદાય સંઘ દ્વારા છેલ્લા ૫૯ વર્ષ થી વડોદરા થી ગરુડેશ્વર પગપાળા યાત્રા સંઘ નીકળે છે.
પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ૧૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરાથી છેલ્લા ૫૯ વર્ષથી અવિરત પણે પગપાળા યાત્રા સંઘ જાય છે. ત્યારે આજે વહેલી સવારે દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગણપતિ દાદા આરતી કરી ને ધ્વજા લઈ રવાના થયા હતા.સદ્દગુરૂ સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયક રાવ અરગડે, સાઈબાબા, જાબેકર દાદા, ગાયકવાડ દાદા, સહસ્ત્ર બુદ્ધે એ આ સંઘ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ ધ્વજા ની પરંપરા પ્રમાણે દર વર્ષે વડોદરા થી ગરુડેશ્વર પગપાળા જાય છે.
આ પગપાળા યાત્રા સંઘ માં ૫૦થી વધુ ભગતો ધ્વજા સાથે નીકળે છે અને દિગમ્બર દિગમ્બર પાદ વલ્લભ દિગમ્બરના ભજનો ગાતા ગાતા વડોદરા થી ગરુડેશ્વર જવા રવાના થયા હતા આ પગપાળા યાત્રા સંઘ ડભોઈ, તિલકવાડા, થઈ ને ગરુડેશ્વર પહોંચે છે આ પગપાળા યાત્રા સંઘ ત્રણ દિવસ ગરુડેશ્વર પહોંચે છે. ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું મંદિર આવેલ છે ત્યાં ૧૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી કાઢવામાં આવે છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રા જોડતા હોય છે. ત્યાં પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે આ પાલખી યાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે
Reporter: News Plus