શ્રી રામ જન્મોત્સવના પાવન પર્વ રામનવમી નિમિત્તે હાલોલ નગર ખાતે શ્રી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા જેમાં શોભાયાત્રાનું સૌથી મોટું આકર્ષણ અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ ગર્ભગૃહમાં બિરાજમાન થયેલા શ્રી રામ લલલ્લાની મૂર્તિની આબેહૂબ પ્રતિકૃતિ પ્રતિમા મૂર્તિનું શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા નિર્માણ કરી શોભાયાત્રામાં ભક્તજનોના દર્શન માટે મુકવામાં આવી હતી જેમાં શ્રી રામ ભક્તો શ્રીરામ મંદિર અયોધ્યા જેવી જ આબેહૂબ શ્રી રામની પ્રતિમા જોઈ ભાવ વિભોર થયા હતા અને શ્રી રામજી ભગવાનની આબેહૂબ પ્રતિમાના દર્શન કરી ધન્ય બન્યા હતા.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવના પાવન પર્વ શ્રી રામનવમીની હાલોલ નગર સહિત હાલોલ તાલુકા પંથકમાં રામભક્તો દ્વારા આજે બુધવારે રંગેચંગે હર્ષોલ્લાસ સાથે ભારે ધાર્મિક વાતાવરણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજની આગેવાની માર્ગદર્શન અને તેઓના આર્શીવાદ હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલના આયોજકો દ્વારા હાલોલ નગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ભાતી શ્રી રામનવમી શોભાયાત્રાનું સુંદર અને સફળ આયોજન કરાયું હતું જેમાં આજે બુધવારે સવારે રામનવમીના પર્વ નિમિતે હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પંથકના પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે સૌ પ્રથમ સવારે 9:00 કલાકે મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામશરણદાસ મહારાજની પાવન ઉપસ્થિતિમાં કંજરી ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રાનું કંજરી સ્ટેટ દરબારગઢ હવેલી ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત તેઓના રાજવી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રાના રથમાં સવાર શ્રી રામજી ભગવાનની પૂજા અર્ચના કરાઈ હતી. જે બાદ રામજી મંદિર ખાતે બપોરે મહા આરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ શ્રીરામ ભક્તો માટે રાખવામાં આવ્યો હતો.
જેમાં કંજરી ખાતેના તમામ કાર્યક્રમો બાદ હાલોલ નગર ખાતે યોજાનારી ભવ્ય શોભાયાત્રાના શુભારંભ પૂર્વ શ્રી રામજી મંદિર કંજરી ખાતે બપોરે બે કલાકે મહાપૂજાનો કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત શ્રી રામચરણદાસ મહારાજ દ્વારા કરાયો હતો જે બાદ સાંજના સુમારે હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ વી.એમ.કોલેજ ખાતેથી શ્રીરામનવમી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા વી.એમ. કોલેજ ગોધરા રોડ ખાતેથી નીકળી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે આવી હતી જ્યાંથી પાવાગઢ રોડ ખાતે રહી બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે પહોંચી હતી જ્યાંથી સ્વામિનારાયણ પોલીસ ચોકી થઈ નગરના મુખ્ય બજારમાં સટાક આંબલી તેમજ વડોદરા રોડ રેકડી પર રહી પરત કંજરી રોડ ખાતે પહોંચી હતી જેમાં કંજરી રોડ ખાતે આવેલા ભાજપા કાર્યાલય ખાતે પહોંચી શોભાયાત્રા સંપૂર્ણ થઈ હતી જેમાં શોભાયાત્રામાં કંજરી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજ સહિત હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભવો અનેક રાજકીય હસ્તીઓ તેમજ સામાજિક હસ્તીઓ અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા જેમાં શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અને ભક્તોનું શ્રદ્ધાનું મુખ્ય પ્રતિક શોભાયાત્રામાં શ્રીરામની અયોધ્યા જેવી જ આબેહૂબ પ્રતિમા (મૂર્તિ) બની હતી જેમાં અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ પંડાલમાંથી ભવ્ય શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજેલા ભગવાન શ્રી રામલલાની પ્રતિમા જેવી આબેહૂબ મૂર્તિ વડોદરાના એક કારીગર પાસે શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા નિર્માણ કરાવી તે પ્રતિમાને (મૂર્તિ) શોભાયાત્રામાં ભક્તજનોના દર્શનાર્થે મૂકવામાં આવી હતી જેમાં ભારે ભાવપૂર્વક અને શ્રદ્ધા અને આસ્થા સાથે જાણે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરતા હોય તેમ ભગવાન શ્રીરામની અયોધ્યા જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ શ્રી રામલલ્લાની પ્રતિમાના હજારો શ્રીરામ ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા જેમાં હાલોલ નગરના રાજમાર્ગ ઉપર ભવ્ય ભાતી શોભાયાત્રા યોજાયા બાદ રાત્રે કંજરી રોડ ભાજપા કાર્યાલય ખાતે ભગવાન શ્રીરામની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જે મહાઆરતીમાં અનેક મહાનુભાવો સહિત હજારોની સંખ્યામાં શ્રીરામ ભક્તો જોડાયા હતા અને ભગવાન શ્રીરામની મહાઆરતી કરી ધન્ય બન્યા હતા. જેમાં હાલોલ નગર ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ જાતની અપ્રિય ઘટના વિના ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રા રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થઈ હતી.
Reporter: News Plus