વડોદરા : આજે આસો સુદ શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી એટલે આઠમ છે.
શહેરના વિવિધ માંઇ મંદિરોમાં વહેલી સવારથી જ માંઇભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે દર્શન પૂજન કર્યો હતા ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત આશરે 350 વર્ષ જૂના શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માંઇભક્તોએ વહેલી સવારથી પૂજન, દર્શન કર્યા હતા. અહીં માતાજીના ત્રણ સ્વરૂપો જેમાં બાળાઅવતાર સ્વરૂપે માતા બહુચરાજી, યૌવન સ્વરૂપે માતા અંબાજી તથા પ્રોઢ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે અહીં માતા બહુચર સૌ માંઇભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મંદિર પ્રશાસન દ્વારા શ્રધ્ધાળુઓ ને દર્શન માટે કોઇ અગવડ ન પડે તે માટે મંદિરના પ્રવેશદ્વાર થી મંદિર સુધી રેલીંગની સુવિધા કરવામાં આવી છે જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમા દર્શન પૂજન કરી શકે આજે આઠમ હોય અહીં વહેલી સવારથી માંઇભક્તોએ મંદિર બહાર થી ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, પ્રસાદી વિગેરે ખરીદી માતા બહુચરની પૂજા તથા દર્શન કર્યા હતા. આઠમ નિમિત્તે મંદિરમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી હવનનુ આયોજન કરવામાં આવ્યું છે સાંજે શ્રીફળ હોમવામા આવશે સાથે જ માતાજીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું છે.
Reporter: admin