પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ ૫૧ શક્તિપીઠ પૈકીના શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માં મહાકાલીના દર્શન કરવા રવિવારના રોજ અને ગુરૂ પૂર્ણિમા સાથેજ ગૌરીવ્રત હોવાથી વહેલી સવારથી મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં માઇભકતો ઉમટી પડ્યા હતા
રવિવારના રોજ વહેલી સવારથી પાવાગઢ તરફ ભક્તો નો ભારે પ્રવાહ ઉમટી પડયો હતો જ્યારે ભક્તોના દર્શનાર્થે નિજ મંદિરના દ્વાર વહેલી સવારથી ખુલ્લા મુકાયા હતા ભક્તો નિજ મંદિર પરિસર ખાતે પહોંચી જય માતાજી ના ભારે જય ઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવતા હતા
Reporter: admin