News Portal...

Breaking News :

ગાંધી બાપુની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ

2024-10-02 11:39:20
ગાંધી બાપુની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ


વડોદરા : ગાંધીજીના યોગદાનને દેશ સદીઓ સુધી યાદ રાખશે. તેમના આદર્શ, અહિંસાના પાઠ, સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણાએ દેશને અંગ્રેજોની સામે મજબૂત સંકલ્પના રૂપમાં પ્રદર્શિત કર્યો. 


લોકો ગાંધીજીને બાપુ, મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે. તેમનું સમગ્ર જીવન દરેક નાગરિક માટે એક સંદેશ છે, જે સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ગાંધીજીને માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં અનુસરે છે.જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાની મહાત્મા ગાંધીએ આપેલા ઉપદેશોને લોકો પોતાના જીવનમાં અપનાવે છે, પરંતુ એક સામાન્ય નાગરિક મોહનદાસ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા કેવી રીતે બન્યા? મહાત્મા ગાંધી કેમ અને કેવી રીતે મહાત્મા ગાંધી બન્યા, જેમણે ક્યારેય રાજકારણમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું નથી..? 


ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાણી છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે ગાંધી વિચારો લોકો સુધી પહોંચે સાથે આમ આદમી પાર્ટી સદાય ગાંધીબાપુના વિચારો પર આગળ વધી રહી છે ત્યારે ગાંધીબાપુને પ્રતિમાને પુષ્પાંજલિ હતી અને ગાંધીબાપુને નમન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પાર્ટીના પ્રમુખ, પાર્ટીના કાર્યકર્તાઓ, સાથે સ્થાનિક નગરસેવકો એ ગાંધી બાપુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post