News Portal...

Breaking News :

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું, બપોરે 12 વાગ્યા સુધીમાં એક લાખ જેટલા માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

2025-04-06 17:47:28
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું, બપોરે 12 વાગ્યા સુધીમાં એક લાખ જેટલા માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા


માતાજીની આરાધનાના પાવન પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર ઐતિહાસિક મંદિરના બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પુંજા અર્ચના કરી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવાનો અનેરો મહિમા અને અતૂટ આસ્થા સાથેનો શ્રદ્ધા ભાવ છે 


જેમાં ગત 30 મી માર્ચ રવિવારના રોજથી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રીનો આજે રવિવારે 6 એપ્રિલના રોજ અંતિમ દિવસ એટલે છેલ્લું નોરતું (ચૈત્રી નોમ) છે જેને અનુલક્ષીને આજે ચૈત્રી આઠમના છેલ્લા નોરતે એટલે કે ચૈત્રી નોમના દિવસે મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી પરોઢથી જ ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી પધારેલા હજારો યાત્રિકોનુ ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટ્યું હતું અને મહાકાળી માતાજીના વિશાળ વૈભવી અને અતિ ભવ્ય મંદિરના પરિસર ખાતે વહેલી પરોઢથી જ માતાજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુ માઇ ભક્તોની લાંબી લાંબી કતારો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ ગઈ હતી જેમાં આજે રવિવારે વહેલી પરોઠે 3:50 વાગ્યાના સમયગાળા દરમિયાન માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીના મંદિરના નીજ દ્વારા ખોલી દેવાયા બાદ મંદિરના પૂજારીઓ દ્વારા મહાકાળી માતાજીની આરતી કરવામાં આવી હતી 


જે બાદ શ્રદ્ધાળુ માઈ ભક્તોને મહાકાળી માતાજીના દર્શન કરાવવાનો આરંભ કરાતા પરોઢે 4:00 વાગ્યાથી લઈને બપોર સુધીમાં તો એક (1) લાખ જેટલા માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી પૂંજા અર્ચના કરી હતી અને પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી માતાજીના ચરણોમાં પોતાનું શીશ નમાવી માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી જેમાં આજે ચેત્રી નવરાત્રીનો અંતિમ દિવસ એટલે કે ચૈત્રીનો નોમનો દિવસ હોઈ આજે રવિવારે શ્રી માં કાલિકા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંડ્યા, ટ્રસ્ટી ડો.વિજયભાઈ પટેલ,ચિંતનભાઈ પુરોહિત, મેનેજર વિક્રમભાઈ સહિત મંદિરના કર્મચારીઓની હાજરીમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરના પુજારીઓ દ્વારા વારે ધાર્મિક વાતાવરણમાં શ્રી મહાકાળી માતાજીને વિશેષ થાળ પધરાવવામાં આવ્યો હતો જે બાદ માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના દર્શને પધારેલા માઇ ભક્તોએ પણ શ્રી મહાકાળી માતાજીની વિશેષ પૂજા અને આરતીમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

Reporter: admin

Related Post