સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયો બે દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ “જોશ 2025” – યુવાનોના ઉત્સાહ અને સિગ્માની શાનદાર સંસ્થાકીય ક્ષમતાનું પ્રતિબિંબ.

સિગ્મા યુનિવર્સિટીએ તેના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જોશ 2025 ની ભવ્ય અને યાદગાર ઉજવણી કરી. જેમાં બે દિવસ સુધી ઉત્સાહ, ઊર્જા અને પ્રતિભાનો ઝળહળતા પ્રદર્શન સાથે સચેત એન્ડ પરંપરા ની જોડી આ જોશ ૨૦૨૫ ના કાર્યક્રમ માં જોશ ઉમેર્યો. પ્રથમ દિવસે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રંગીન નૃત્ય પ્રસ્તુતિઓ, મધુર સંગીત કાર્યક્રમો અને આકર્ષક ફેશન શોની રજુઆત કરીને સૌના દિલ જીતી લીધા. વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી ક્રિએટિવિટીની ઝલક અને આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન સમગ્ર કેમ્પસને જીવંત બનાવ્યું.

બીજા દિવસ તો સંપૂર્ણ રીતે સંગીતમય બની ગયો, કારણ કે દેશવિખ્યાત સંગીતકાર જોડી – સચેત અને પરમપરા – એ પોતાનું જીવંત પરફોર્મન્સ આપ્યું. આ મ્યૂઝિકલ નાઇટમાં અંદાજે 10,000થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેણે સાબિત કર્યું કે સિગ્મા યુનિવર્સિટી યુવાનો માટે માત્ર શિક્ષણ નહીં, પણ વિશ્વસ્તરનું મનોરંજન અને પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. જોશ 2025 માત્ર એક ફેસ્ટિવલ નહીં, પરંતુ એ સિગ્મા યુનિવર્સિટીની સંસ્કૃતિ, સંસ્થાકીય આયોજન કૌશલ્ય અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહી.આ ઈવેન્ટ દ્વારા સિગ્મા યુનિવર્સિટીએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે એ વિદ્યાર્થીઓ માટે માત્ર અભ્યાસનું નહીં, પણ તેમની પ્રતિભા ઉજાગર કરવા અને જીવનભરના સ્મરણિય પળો સર્જવા માટે એક શ્રેષ્ઠ મંચ છે.

Reporter: admin