શહેરના 130થી વધારે મંદિરો તોડી નાંખવા માટેની નોટિસો જાહેર કર્યાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ બેઠું હતું.પાલિકાની આ પ્રકારની કામગીરી સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
હિન્દુત્વના નામે ખોબે ખોબા વોટ મેળવીને સત્તા હાંસલ કરનાર ભાજપના જ વહીવટી તંત્ર દ્વારા હિન્દુઓની આસ્થા સમાન શહેરના 130 જેટલા મંદિરો પર કુઠરાઘાત કરીને તેને તોડી નાંખવાની ગઝનવી જેવી પ્રવૃત્તિનો હિન્દુ સંગઠનો સહિત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ની દબાણ શાખા દ્વારા શહેરના અનેક વિસ્તારમાં સ્થાપિત મંદિરોને તોડી નાખવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે પાલિકાની આ નીતિનો વિરોધ કરવા માટે આજે મેલડી માતાના મંદિર માંડવી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એકત્રિત થયા હતા અને પાલિકા ની આ કામગીરીનો ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવીને જવાબદાર અધિકારીને આવેદનપત્ર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે ગુરુપૂર્ણિમાને કારણે મેલડી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉંટી પડ્યા હતા ત્યારે ઉપસ્થિત ભક્તોમાં પણ પાલિકાની આ કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો હતો.આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા માંડવી મેલડીમાતાના મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શંખ વગાડીને સુત્રોચાર કરીને વહીવટી તંત્રના બહેરા કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આવનારા સમયમાં પાલિકાના આ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો પરિષદના કાર્યકરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
Reporter: admin