શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ માંડવી સ્થિત મેલડી માતાના મંદીરે ગુરૂપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. મેલડી માતાના મંદિરે પૂનમ નિમિત્તે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ માંડવી ખાતેના મેલડી માતાના મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતાં હોય છે. આજે રવિવારની સાથે ગુરૂપૂર્ણિમાનો પર્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. મંદિરના સેવાધારી સેવકો દ્વારા ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આજે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે દર્શન માટે આવશે જેને લઈને આયોજકો દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર ખાતે અનેક ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે અને મેલડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
Reporter: admin