વડોદરા : જૈનોમાં પર્યુષણા પર્વ નું બહુ મોટું મહત્વ હોય છે. આજે પર્યુષણ પર્વનો પાંચમા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો.
ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા તથા તે વખતે કેવું વાયુમંડળ હતું તે શ્રાવક શ્રવિકાઓને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું. આચાર્ય નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મ રત્નાજી મહારાજ તથા સાધ્વીજી રાજધર્મા મહારાજે કહ્યું કે તે વખતે ભગવાન નો જન્મ થયો ત્યારે ભાવિકો એ થાળી વગાડી,ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો. ઘણા ભાવિકો એ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવી ને ભગવાન ના વધામણાં કર્યાં હતાં. ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા.
ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજા કરવામા આવી હતી અને ભગવાનનું હાલરડું ગાયું હતું.આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા ૧૪ ચાંદીના સ્વપ્નો ઝુલાવી ઉંચી બોલીઓ બોલી લાભાર્થી શાહ પરિવારને ઘરે વાજતેગાજતે ચતુરવિધ સંઘ પધાર્યો હતો જ્યાં સાધ્વી ધર્મ રત્નાજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું ભગવાનની યાત્રા માં જોડાયાં હતાં.દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજે સુંદર રીતે ભગવાન નો જન્મ મહોત્સવ કરાવ્યો હતો ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટક વાળા તરફ થી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘનું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું .
Reporter: admin