વડોદરા શહેરના બાજવા સ્થિત વાંકળ માધ્યમિક શાળાના એક એવા પ્રતિભાશાળી શિક્ષક છેકે તેમની ગૌરવગાથા દરેક વ્યક્તિને સાંભળવી ગમે. વડોદરાના જ શિક્ષકે પોતાની વિરલ વ્યક્તિત્વ થકી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો સાથે પરિસંવાદમાં ભાગ લીધો છે.
શિક્ષકદિન એટલે બાળકોના સ્વર્ણિમ ભવિષ્યમાં રક્ષક એવા શિક્ષકની ગૌરવ ગાન કરવાનો દિવસ. એમાં વડોદરા શહેરના બાજવા સ્થિત વાકળ વિદ્યાલયના અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. નિતેશકુમાર રજનીકાંત ઠાકરની વાત કરવી ન ચૂકાય. તેમના વિષય તજજ્ઞતા થકી તેમને ગુજરાતમાં શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમમાં પણ સેવા થકી ગુજરાતમાં શિક્ષાની સુગંધ ફેલાઇ રહી છે.વર્ષ ૨૦૧૦ ના શ્રેષ્ઠ શિક્ષણ પરિસંવાદ અંતર્ગત શિક્ષણમાં શ્રેષ્ઠતા વિષય પર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે રૂબરૂ પરામર્શ નો અનુભવ. આ સાથે સાયન્સ સિટી ખાતે યોજાયેલ નોબેલ પ્રાઈઝ સિરીઝના પરિસંવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ પ્રેરક વક્તવ્ય કાર્યક્રમમાં વડોદરા જિલ્લા માંથી પસંદગી પામ્યા હતા. તેમને શિક્ષક તરીકે શાળાના વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનશક્તિનો ભરપુર લહાવો મળતો.
આ સાથે બાળકોમાં વ્યસનમુક્તિ, પર્યાવરણનું જતન, બેટી બચાઓ બેટી પઢાઓ, કન્યા કેળવણી, વાંચે ગુજરાત સહિત અનેક વિષયો અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો થકી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.શાળાના બાળકોનું આરોગ્ય, પ્લાસ્ટિક ઉપયોગ ન થાય તે માટે ઝુંબેશ, જંક ફુડ અને ફાસ્ટ ફૂડ ત્યજીને ઘરથી બનાવેલ નાસ્તા પર ભાર અને ભાષા સંવર્ધન પર સતત પ્રયત્નશીલ રહ્યા છે. વધુમાં બાળકો તણાવમુક્ત પરિક્ષા આપી શકે તે માટે કરેલ સંનિષ્ઠ પ્રયત્નો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવેલ છે.આજે શિક્ષક દિન નિમિત્તે જ્યારે સમાજમાં જ્ઞાનનો ઉજાસ પાથરી અજ્ઞાનતાના ભક્ષક એવા શિક્ષકનું ઋણ ચૂકવવાનો અવસર મળે અને રાજ્ય સરકાર જ્યારે વડોદરાના વિરલ વ્યક્તિત્વને ડૉ. નિતેશકુમારને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરતી હોય ત્યારે દરેક વડોદરાવાસીઓ માટે આ અત્યંત ગર્વની પળ છે.
Reporter: admin