વડોદરામાં શારદીય આસો નવરાત્રીની મહાઅષ્ટમી એટલે આઠમે શહેરના દયાળભાઉના ખાંચામાં શેરી ગરબામાં યુવા-યુવતીઓ ઉસ્તાહપૂર્વક ભક્તિના રંગે ગરબે ઘૂમ્યા હતા.
રાજમહેલરોડ પર આવેલ દયાળભાઉના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 67 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે મારી દિકરી મારા આંગણે અને બેટી બચઓ બેટી પઢાઓની થીમ પર ગરબા મહોત્સવ યોજવામાં આવ્યા છે. નવરાત્રીના આઠમ નિમિત્તે શહેરના દયાળભાઉ ના ખાંચામાં શેરી ગરબામા લોકોએ વરસાદી વાતાવરણની પરવાહ કર્યા વિના મોટી સંખ્યામાં પ્રાચીન ગરબા રાસને સંગ ગરબે ઘૂમ્યા હતા અને માં ની આરાધના કરી હતી.
વડોદરાના દયાળભાઉના ખાંચામાં પારંપરિક ગરબા સહિત શેરી ગરબા પણ યોજવામાં આવે છે. ન્યાયમંદિર નજીક આવેલ દયાળભાઉના ખાંચા પાસે યોજાતા શેરી ગરબામાં આસપાસ વિસ્તારના યુવા-યુવતીઓ કોઇપણ પ્રકારના ભેદભાવ વિના ગરબા રમે છે.ગાયક નીતિન પટેલ અને તેના વૃંદ દ્વારા ગવાતા ગરબા પર મન મુકીને ગરબે ઘૂમે છે. અહીં યોજાતા શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં યુવાનો યુવતીઓ, નાની બાળકીઓ અને બાળકો ટ્રેડીશનલ પોશાકમાં સજ્જ થઈ આઠમે ગરબા રમતા નજરે પડ્યા હતા.
Reporter: admin