સંપૂર્ણપણે 'નોન કોમર્શિયલ આયોજન' જ્યારે ૨૫ વર્ષે પહોંચે ત્યારે વડોદરાવાસીઓનો પ્રેમ અને માતાજીની કૃપા કહેવાય.
લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ વિશ્વ ના સૌથી મોટા શહેરના જાણીતા આયોજક જયેશ ઠક્કર આયોજિત માં શક્તિ ગરબા મહોત્સવ નોન કોમર્શિયલ ગરબા આયોજન જેમાં એડ અથવા સ્પોનસરશિપ અથવા બહેનોના પાસ ના નામે એક પણ રૂપિયો લીધા વગર જયેશ ઠક્કરનુ આયોજન અને રિષભ ગ્રુપ ના તાલે રજત જયંતિ સ્વરૂપે વિશેષ ડ્રોન શો યોજાયો હતો
ભારતીય તિરંગો, ગણેશજી, ગરબા રમતી ગોરી, ILoveBaroda જેવા અનેક રંગબેરંગી આકાશી દૃશ્યો ડ્રોન વડે સર્જિત કરાયા હતા.ભારતીય તિરંગો અને વિશ્વની પ્રતિકૃતિ રૂપે પૃથ્વીનો ગોળો દર્શાવી રાષ્ટ્ર ગાન સાથે ડ્રોન શોની પૂર્ણાહુતિ કરાઈ હતી.
Reporter: admin