News Portal...

Breaking News :

શરદપૂર્ણિમાના પાવન અવસરે મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન ખંડોબા દાદાના મંદિરે ભજન કિર્તન મહાઆરતી કરાઈ

2024-10-18 13:49:09
શરદપૂર્ણિમાના પાવન અવસરે મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન ખંડોબા દાદાના મંદિરે ભજન કિર્તન મહાઆરતી કરાઈ


વડોદરા : આસો સુદ પૂર્ણિમા જે શરદપૂર્ણિમા તથા કોજાગરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. 


આ દિવસે તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે સતત પાંચમા વર્ષે વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વારકરી સંપ્રદાયના સભ્યો દ્વારા શહેરના મધ્યે આવેલા સૂરસાગર કિનારે મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા મસોબાદાદાના અને સતી આશરાના મંદિર ખાતે ભજન સંધ્યા તેમજ મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વારકરી સંપ્રદાયના ભજન મંડળદ્વારા ભજન કિર્તન કરવામાં આવ્યું હતું 


સાથે જ મહાઆરતીમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ-14ના મ્યુનિ. કાઉન્સિલર નંદાબેન જોશી, જેલમબેન ચોક્સી તથા હરેશભાઇ જીનગર સાથે જ વોર્ડ નં.7ના કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકર, ,કિર્તનકાર નારાયણ સખારામ જાધવ, ઉધ્યોગપતિ તથા વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિપક જાધવ તથા તેમના ધર્મપત્ની, સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે, અશોક પવાર મહારાજ, ધોન્ડિરામ ચંદ્રુ મોરે, હનુમાન ગણપત ઉતેકર મહારાજ, ભાવેશ મહારાજ અશોક સુરાજે તથા જાગૃતિ ભજન મંડળ ગોત્રી, તરસાલી ભજન મંડળ ,રત્નાગીરી મહામંડલ અધ્યક્ષ શાંતારામ પવાર, વડોદરા ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદ બાલાસાહેબ, મોહિતે રવિન્દ્ર કદમ, વિશાલ શિંદે તથા નારાયણ દાદા ઘસાડે ઉપસ્થિત રહ્યાં હતાં.

Reporter: admin

Related Post