વડોદરા : અસ્થિ વિસર્જન અર્થે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના નર્મદા કિનારે આવ્યો હતો પરિવારવિધિ બાદ નર્મદા નદીમાં અસ્થિનું વિસર્જન કરતી વેળા પાણીના વહેણમાં તણાઇને આધેડ લાપતા થયો હતો.
ડભોઇ તાલુકાના ચાંદોદના માળી કુંડલ ઘાટ ઉપર પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ જતા લાપતા બન્યો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ સહિત ડભોઇ ફાયર ફાયટરની ટીમે શોધખોળ હાથ ધરી ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વડોદરા આજવા રોડના રહેવાસી ધનસુખ નારણભાઈ સરવૈયા ઉંમર વર્ષ 60 બન્યા નદીમાં લાપતા સ્વર્ગસ્થ માતા સવિતાબેન સરવૈયાના અસ્થિ વિસર્જન અર્થે પરિવાર સાથે ચાંદોદ આવ્યા હતા.
Reporter: admin