News Portal...

Breaking News :

શહેરના આર્ટિસ્ટ દ્વારા સતત ૧૦મા વર્ષે પર્યાવરણલક્ષી આર્ટ એક્ઝિબિશન યોજાયું

2024-10-18 13:15:59
શહેરના આર્ટિસ્ટ દ્વારા સતત ૧૦મા વર્ષે પર્યાવરણલક્ષી આર્ટ એક્ઝિબિશન યોજાયું


વડોદરા : કીર્તિમંદિરના પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે તા. ૧૮થી ૨૦ ઓક્ટોબર સુધી જીવનનો દીવો શીર્ષક હેઠળ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 


ઈકોલોજી સમન્સ વિષય પર વિધાર્થીઓ શહેરની પર્યાવરણીય સમસ્યાઓ રિપ્રેઝન્ટ કરશે.શહેરના કીર્તિમંદિરના પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે તા.૧૮થી ૨૦ ઓક્ટોબર સુધી જીવનનો દીવો સીર્ષક હેઠળ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તે સાથે જ અર્બન ઈકોલોજી વિષય પર સેમિનારનું આયોજન પણ કરાયું છે.જે વિશે આર્ટિસ્ટ સંજય મશીહીએ જણાવ્યું હતું કે, હું ૨૦૦૪થી પર્યાવરણલક્ષી આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરું છું. જેમાં દર વર્ષે પર્યાવરણી મુદ્દાઓ આવરી લેતાં સેમિનાર પણ યોજાય છે. આ વર્ષે ઈ કોલોજી સમન્સ વિષય પર સમગ્ર પદર્શનનું આયોજન કરાયું છે. પ્રકૃતિ અને પર્યાવરણનીકોર્ટમાં માણસજાત હાજર થાય! આપણે પર્યાવરવાને ખૂબ નુકસાન કર્યું છે અને હવે કલાઈમેટ ચેંજના રૂપમાં પર્યાવરલ આપલો ન્યાય કરી રહ્યું છે? 


આ વખતનાં સેમિનારમાં વિદ્યાર્થીઓ પર્યાવરણની સમસ્યાઓ વિશે રજૂઆત એક્સપર્ટ પેનલ અને શ્રોતાઓ સમલ કરશે.એક વિદ્યાર્થી વિશ્વામિત્રી નદીમાં આવનાર પૂરની સમસ્યાનો કેસ પ્રસ્તુત કરશે. બીજો વિદ્યાર્થી આપણા નદી, તળાવના પાણી પદુષિત થયાનો કેસ રજૂ કરશે. ત્યારબાદ પેનલ ઓફ જજીસ એટલે વક્તા અર્બન ઇકોલોજી પર પ્રકાશ પાડસે. તેમાં વડોદરાની અર્બન ઈકોલોજી, ઈ કોસિસ્ટમ પર ડૉ.રાજિતસિહ દેવકર,કોસિસ્ટમ સર્વિસિસ વિશે આવી બેન સભાવાલા અને વિશ્વામિત્રી નદીની સમગ્ર હાઈડ્રોલોજી અને વારંવાર આવતા પૂરના કારણો અને તેના કંટ્રોલ માટે જરૂરી હસ્તક્ષેપ વિશે ડૉ.જપેન્દ્ર લખમાપૂરકર વક્તવ્ય આપશે.

Reporter: admin

Related Post