અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા નવરાત્રીના પાવન પવિત્ર અવસર પર શાખા નં - ૧૦ - સુભાનપુરા વડોદરામાં અનુષ્ઠાન ૬૮ થી પણ વધુ બેહનો લઘુ અનુષ્ઠાન (૩૦ માળા નવ દિવસ) ૩૮ થી પણ વધારે બેહનો એ ગાયત્રી ચાલીસા પાઠ નુ અનુષ્ઠાન, અને ૫૦ થી પણ વધારે ભાઈ બહેનોએ ૨૪૦૦ મંત્ર લેખન અનુષ્ઠાન સંપન્ન કરેલ શાખા ના અલગ અલગ કેન્દ્ર (૧) મહેશ્વર નગર સોસાયટી (૨) ગોરવા હા.બોર્ડ, (૩) અલકાપુરી ચીકુ વાડી, (૪) મધુર મીલન સોસાયટી અનુષ્ઠાન પુર્ણાહુતી મા ૭ - ૫ - ૩ - કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યા
પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ સંચાલન પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યા એ કરેલ, સાત કુંડી અને ત્રણ કુંડી યજ્ઞ નુ સંચાલન અનિલભાઈ રાવલે કરેલ નવરાત્રીના પાવનકારી દીવસો કાર્યકર્તા બેહનો દ્વારા ૩૮ ઘરે ગાયત્રી મહાયજ્ઞ અને દેવ પરીવાર નિર્માણના આયોજન સંપન્ન કરવામાં આવ્યા જેમાં - ૮- બેહનોના ગર્ભોત્સવ સંસ્કાર અને ૧૦૦ થી પણ વધારે યુવાઓ ને વ્યસનમુક્તિના સંકલ્પો સાથે વ્યસનમુક્તિનો સંદેશ આપવામા આવ્યો હતો સાથે જ્યોતિ કલશ યાત્રાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી શાખા નં ૧૦ સુભાનપુરાના સંચાલક આદરણીય અક્ષયા બેન દ્વારા આ માહીતી પ્રાપ્ત થયેલ
Reporter: admin