ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રેલ્વે, ગુ.રા. અમદાવાદ પરિક્ષીતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે વડોદરા સરોજ કુમારી નાઓએ મહિલા અને બાળકોની સુરક્ષા સુદઢ કરવા અને વરિષ્ઠ નાગરીકોની મદદ કરવાના હેતુથી SHE TEAM ‘’ની રચના કરવામાં આવેલ
જેમાં વધુમાં વધુ કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામા આવેલ જે અનુસંધાને આજરોજ પશ્ચિમ રેલ્વે મુખ્ય મથક વડોદરા ખાતે જી.એસ.શ્યાન નાયબ પોલીસ અધિક્ષકનાઓની સુચના મુજબ એચ.ડી. વ્યાસ પો.ઇન્સ વડોદરા રે.પો.સ્ટે,તેમજ એ.જે. પંડયા.પો.સબ ઇન્સ.શી-ટીમ ઇન્ચાર્જ નાઓએ ‘’ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’’ અનુસંધાને પિંક પાવર રન પાંચ કિલોમીટર રનીંગ ઇવેન્ટનુ આયોજન કલાક ૦૬/૦૦ વાગ્યે આવેલ હોય જેમાં શી ટીમની મહિલાઓ / મુખ્ય મથક પ.રે.વડોદરાની મહિલાઓ અને વડોદરા શહેરની માતાઓએ દોડમાં ભાગ લીધેલ તેમજ દોડમાં એક થી ત્રણ સુધી આવનાર મહિલાઓને મેડલ આપવામાં આવેલ જેમાં પ્રથમ નંબરે વુમન પો.કોન્સ.પાયલબેન બીજો નંબર- વુમન પો.કોન્સ. લતાબેન રમેશભાઇ ત્રીજો નંબર-વુમન પો.કોન્સ ભાવનાબેન ડાહ્યાભાઇનાઓ “શી-ટીમ” માં રનીંગ ઇવેન્ટમાં એક થી ત્રણ ક્રમાંક મેળવેલ છે. તેમજ વુ.લોકરક્ષક ભાવીકાબેન બ.નં-૨૪૪, વુ.લોકરક્ષક લખમાબેન બ.નં-૨૫૬, વુ.પો.કોન્સ મોનાબેન બ.નં-૧૯૯, વુ.હેડ.કોન્સ.રીટાબેન બ.નં-૧૦૪૮, વુ.લોકરક્ષક હર્ષાબેન બ.નં-૨૮૨, વુ.લોકરક્ષક કવિતાબેન બ.નં-૨૭૮, વુ.પો.કોન્સ જનતાબેન બ.નં-૧૩૫ નાઓએ પણ આ ઇવેન્ટમાં મેડલ મેળવેલ છે.
આ ઉપરાંત વડોદરા શહેરની મહિલાઓએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધેલ જેમા અલગ અલગ કેટેગરી મુજબ વિજેતાએ મેડલ મેળવેલ. આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પશ્ચિમ રેલ્વે વડોદરા ખાતે ડૉ.જતીન દેસાઇ, ડૉ.મનન શાહ, ડૉ.અર્ચિત જોશી અને ડૉ.ગુરુ મોહંતી નાઓ હાજર રહેલ જેઓએ ‘’બ્રેસ્ટ કેન્સર‘’ અવેરનેસ બાબતે સમજણ આપેલ આ ‘’ બ્રેસ્ટ કેન્સર‘’ અવેરનેસ મંથમાં પ્રિયંકા કપુરનાઓએ ઇવેન્ટ આયોજક તરીકે ભાગ ભજવેલ તેમજ ઇવેન્ટમાં ભાગ લેનાર અને વિજેતા થનારને ઇનામ આપવામાં આવેલ. પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ અને શી-ટીમ દ્વારા આ ઇવેન્ટમાં ભાગ લેવામાં આવેલ અને ‘’ બ્રેસ્ટ કેન્સર‘’ અવેરનેસ બાબતે સમજ કરવામાં આવેલ.
Reporter: admin