કાલે ૨૬ ફેબ્રુઆરી ને બુધવાર ના રોજ “મહા-શિવરાત્રી" નાં પાવન પર્વ નિમિત્તે શિવપરિવાર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય “શિવજી-કી-સવારી” અને “મહા-આરતી” ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવોત્સવ અંતર્ગત ભજન સંધ્યા ના કાર્યક્રમનું વાઘોડિયા, સાવલી, ડભોઈ તથા વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ શિવમય બન્યા હતા.. આ કાર્યક્રમમાં જગ વિખ્યાત કલાકારો ઓસામણ મીર, કિર્તીદાન ગઢવી તથા ગીતાબેન રબારીના મધુર કઠે ભક્તિ રસનું પાન કરાવવામાં આવ્યું હતું..વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન વિશ્વની પાણીમાં બનાવેલ સૌથી ઊંચી પ્રતિમા “શ્રી-સર્વેશ્વર મહાદેવ” નાં રચયિતા-સત્યમ્ શિવમ સુન્દરમ્ સમિતિ દ્વારા પ્રતિ વર્ષ મહા-શિવરાત્રીનાં પવિત્ર દિને ગાજરાવાડી સ્થિત રણમુક્તેશ્વર મહાદેવનાં પ્રાંગણ માંથી બપોરે ૩.૩૦ કલાકે વિશાળ “શિવજી-કી-સવારી” નિકળશે.
આ “શિવજી-કી-સવારી" માં વડોદરા શહેરના મેયર પીન્કી સોની, સાંસદ ડૉ. હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાનાં મુખ્ય દંડક બાલુભાઈ શુકલ, ધારાસભ્યઓ યોગેશ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિજય શાહ, ડે. મેયર, સ્ટે.કમિટી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી, સહીત મ્યુ. સભાસદઓ, કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શિવ-ભક્તો ઉપસ્થિત રહેશે.ગાજરાવાડી સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ થી “શિવજી-કી-સવારી” નિકળી- ચોખંડી ગેંડીગેટ રોડ - માંડવી-ન્યાયમંદિર-ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા - દાંડિયા બજાર થઈ સુરસાગર ખાતે સાંજે 7.૧૫ કલાકે “મહા-આરતી” યોજાશે ત્યારબાદ “શિવજી-કી-સવારી" ગાંધીનગર ગૃહ - અમદાવાદી પોળ-રાવપુરા ચાર રસ્તા-કોઠી-કૈલાશપુરી(ઉદયનારાયણ મંદિર) સમાપ્ત થશે. શિવ-પરિવાર દ્વારા પ્રતિ વર્ષે મહાશિવરાત્રીનાં પાવન પર્વે યોજાતી આ “શિવજી-કી-સવારી” તથા મહા-આરતીમાં લાખો નાગરિકો ખુબજ ઉત્સાહ અને ભક્તિભાવથી જોડાય છે. યાત્રાનાં રૂટ પર વિવિધ વેપારી એસોસિએશન તથા યુવક મંડળો, ગણેશ મંડળો દ્વારા યાત્રાનું ભક્તિભાવ પૂર્વક સ્વાગત કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત પુરીની જગન્નાથ પુરીની રથયાત્રાની ઝાંખી કરાવતી વડોદરાની આ “શિવજી-કી-સવારી" એ પણ સમગ્ર દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અને દર વર્ષે હજારો નાગરીકો શિવરાત્રી નાં દિને વડોદરા નાં શિવ-પરિવાર દ્વારા નિકળતી “શિવજી-કી-સવારી” અને સાંજે યોજાનાર “મહા-આરતી” માં જોડાવા ભાગ લેવા વડોદરા આવે છે. શિવ-પરિવાર દ્વારા આ વર્ષે પણ “શિવજી-કી-સવારી” અને “મહા-આરતી” નાં કાર્યક્રમોની તાડામાર તૈયારી પૂર્ણતાનાં આરે છે.સૌ નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા માટે શિવ-પરિવારનું ભક્તિભાવ પૂર્વકનું નિમંત્રણ છે.
Reporter: admin