વડોદરા : હાલ માં વડોદરા શહેરમાં ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા છે, ત્યાં ટ્રાફિકની સમસ્યા સામે આવતી હોય છે

તો બીજી બાજુ ઓવરબ્રિજની નીચે પણ ટ્રાફિક સિગ્નલ ને લઈ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઇ વોર્ડ નંબર 10 ના નગરસેવક નીતિન ડોંગાએ આજરોજ વડોદરા પોલીસ કમિશનર નરસીમ્હા કોમાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે શહેરના મોટાભાગના બ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલ હોવાનાને કારણે વડોદરાની પ્રજા હેરાન થઈ છે સાથે રાષ્ટ્રીય સંપતિનો ખોટો વ્યય ન થાય તે માટે આજે પોલીસ કમિશ્નર ને રજુઆત કરી છે અને પાલિકા ની સભામાં પણ આ મામલે રજુઆત કરી છે.
Reporter: admin