News Portal...

Breaking News :

2006ની 1લી મે..જાંબાજ પૂર્વ મેયર સુનિલ સોલંકીની રાહબરી હેઠળ જ્યારે ફતેપુરા દરગાહનું ડિમોલીશન કરાયું હતું

2025-05-01 09:59:25
2006ની 1લી મે..જાંબાજ પૂર્વ મેયર સુનિલ સોલંકીની રાહબરી હેઠળ જ્યારે ફતેપુરા દરગાહનું ડિમોલીશન કરાયું હતું


અત્યારે પણ શહેરમાં અનેક ગેરકાયદેસર દબાણો છે પણ શાસક પક્ષના નેતાઓમાં આવું પાણી છે ખરુ ? 
આજે 1 મેં ના રોજ આ ઘટનાને 19 વર્ષ પુરા થશે...



સમગ્ર ગુજરાતમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર વસવાટ કરનારા લોકો સામે મેગા ડિમોલેશન ચાલે છે.વડોદરામાં આ પ્રકારના દબાણો ખુબજ મોટા પ્રમાણમાં છે.જેની સામે લાલ આંખ કરવી જોઈએ અને પોલીસ તથા કોર્પોરેશને સાથે મળી આવા દબાણો હટાવી કરોડો રૂપિયાની જમીનો  સરકારની અને કોર્પોરેશન ની પચાવી પાડનારા લોકો પાસેથી મુક્ત કરાવવી જોઈએ.અત્યારે આખા દેશમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ છે. ભુતકાળમાં આવા પ્રકારના દબાણો કોઈની પણ શરમ કે બીક રાખ્યા વગર પૂર્વ મેયર સુનિલ સોલંકી દ્વારા હટાવવામાં આવ્યા હતાં.આ પ્રકારની કામગીરી માટે પૂર્વ મેયર સુનિલ સોલંકીની જેમ કોઈએ તો પહેલ કરવી પડશે. હાલમાં અમદાવાદ માં વર્ષો જૂનું ચંડોળા તળાવ જે અમદાવાદ કોર્પોરેશન અને ગુજ.સરકાર ના સંયુક્ત ઓપરેશનથી હટાવવા માં આવી રહ્યું છે. અમદાવાદ તથા સુરત જેવા શહેરોમાં ગેરકાયદેસર દબાણો નો સફાયો થઇ રહ્યો છે ત્યારે વડોદરા માં પણ દબાણોનો સફાયો કરવો જોઈએ અને કોર્પોરેશન આ મોકો જોઈ ને ચોકો ક્યારે મારશે તે સવાલ પુછાઇ રહ્યો છે. ૨૦૦૬ માં ભાજપના જ મેયર તરીકે રહી ચૂકેલા અને ઝાબાંઝ મેયરનું બિરુદ પ્રાપ્ત કરનાર સુનિલ સોલંકી જેવા નિર્ણયો કરવાનો સમય હવે આવી ગયો છે.હવે નહીં તો ક્યારેય નહીં. શહેરમાં આવા અનેક ગેરકાયદેસર દબાણો છે. જે દૂર કરવા જરૂરી છે અને ત્યાં કેટલાક બાંગ્લાદેશી અને અસામાજિક તત્વો જ રહે છે.વડોદરાવાસીઓને હજું પણ 1લી મે, 2006નો દિવસ યાદ છે. જ્યારે પૂર્વ મેયર સુનિલ સોલંકીની દોરવણી હેઠળ કોર્પોરેશને ફતેપુરા ચાંપાનેર દરગાહનું ડિમોલીશન કર્યું હતું. તે વખતે પોલીસ કમિશનર તરીકે દિપક સ્વરુપ હતા અને મ્યુનિ.કમિશનર તરીકે  રોહિત પાઠક હતા. ફતેપુરા વિસ્તારનમાં મુખ્ય રોડની વચ્ચે જ 300થી 400 વર્ષ જૂની દરગાહ આવેલી હતી જેનું ડિમોલીશન કરાયું હતું અને ડિમોલીશન કરતા તંત્રને 4થી 5 કલાક લાગ્યા હતા. આ વખતે એવી પણ ઘટના બની હતી કે કેટલાક જેસીબીના ડ્રાઇવર મુસ્લિમ હોવાથી તે મશીનો રસ્તા પર જ મુકીને ભાગી ગયા હતા. આ ડિમોલીશન વખતે ફતેપુરા વિસ્તારમાં ભારે પથ્થમારો થયો હતો અને પેટ્રોલ બોમ્બ ફેંકાયા હતા તથા છુરાબાજી થઇ હતી તો ખાનગી ફાયરિંગ પણ થયું હતું. ન્યાયમંદિર ચાલુ કોર્ટમાં પણ લઘુમતિઓનો હુમલો થયો હતો. ફતેપુરા વિસ્તારમાં ભારે તોડફોડ થઇ હતી અને સ્થિતી બેકાબુ બની હતી. સ્થિતીને કાબુમાં લેવા પોલીસે ફાયરીંગ કર્યું હતું જેમાં 7 લોકોના મોત થયા હતા. તો પોલીસ કર્મચારીઓ અને પત્રકારો પણ ઘાયલ થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત પણ પડ્યા હતા અને 2 દિવસ બાદ પાકિસ્તાનમાં મંદિર તોડી પડાયું હતું અને બાંગ્લાદેશમાં પણ મંદિર તોડી પડાયું હતું. પૂર્વ મેયર સુનિલ સોલંકીના આ સાહસિક પગલાની શહેરના 2 પૂર્વ મેયર ડો.ઠાકોરભાઇ પટેલ અને જશપાલસિંગ દ્વારા પણ પ્રશંસા કરાઇ હતી.



સુનિલ સોલંકીને અવાર નવાર ધમકીઓ પણ મળી હતી.
પૂર્વ મેયર સુનિલ સોલંકી અને તેમના પરિવારને  આ ઘટના બાદ ઘણુ સહન કરવાનું આવ્યું હતું. તેમના ઘેર લેન્ડલાઇન ફોન પર બાળકોને મારી નાખવાની ધમકી મળતી હતી અને તેના કારણે તેમણે બાળકોની 2 વખત સ્કૂલ પણ બદલાવી હતી. ઘટનાના 3 દિવસમાં જ વડોદરામાં શાંતિ જળવાય તે માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિલ સોલંકી સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. તે દિવસે રાત્રે હાલના ગૃહ મંત્રી રહેલા અમિત શાહ પણ રાત્રે 12 વાગે વડોદરા દોડી આવ્યા હતા અને કલેક્ટર ઓફિસ ખાતે તેઓ સુનિલ સોલંકીને મળ્યા હતા. તોફાનોના પગલે વડોદરામાં કરફ્યુ લદાયો હતો અને આર્મીને ઉતારવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ, અબુ આઝમી અને ઔવેસી તથા આઝમખાને પણ વડોદરામાં ધામા નાખ્યા હતા. 

ઇન્ટરનેશનલ મીડિયા પણ વડોદરા ધસી આવ્યું હતું...
આ ઘટના વિશ્વભરમાં ગાજી હતી અને ગુપ્તચર અહેવાલોના પગલે સુનિલ સોલંકીને એક 47 વાળા ગાર્ડ સિક્યોરિટી તરીકે આપવામાં આવ્યા હતા. ઘટના બાદ તે વખતની કેન્દ્ર ની કોંગ્રેસ સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી  જયસ્વાલને વડોદરા મોકલ્યા હતા અને વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા ગુજરાત સરકાર ને બરખાસ્ત કરવા ચેતવણી પણ આપી હતી. કોઇ શહેરના કોર્પોરેશન દ્વારા કરાયેલા ડિમોલીશનની ઇન્ટરનેશનલ મીડિયામાં પણ નોંધ લેવાઇ હતી અને બીબીસી તથા સીએનએનની ટીમોએ વડોદરા આવીને કવરેજ કર્યું હતું. અને ઇન્ટરવ્યુ લીધા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆતો કરાઇ હતી. આ ઘટનાને ૧૯ વર્ષ થયાં છતાં ઘટના બાદ ત્યાં મુકાયેલી 2 પોલીસ વાન હજું પણ ત્યાં જ રાખવામાં આવી છે કારણ કે ફરીથી ત્યાં દરગાહ બનાવાય તેવી પોલીસને ભીતિ છે. લોકોની લાગણી પણ છે કે આ વાનો ત્યાંથી હટાવવી જોઇએ પણ હજું પણ પોલીસ દ્વારા આ વાન ત્યાંથી હટાવાતી નથી.

Reporter: admin

Related Post