પહલગામ એટેક બાદ રાજ્યમાં પાકિસ્તાનીઓને પરત મોકલવાની કાર્યવાહીની સાથે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પણ ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકોને વેરીફાય કરીને તેમના દસ્તાવેજો ચકાસાઇ રહ્યા છે. વડોદરા શહેર પોલીસે જણાવ્યું કે આજે બુધવારે પણ શહેરમાં ગેરકાયદેસર વસી રહેલા બાંગ્લાદેશીઓને શોધવાની કામગિરી કરાઇ હતી અને વધુ 106 જેટલા શંકાસ્પદ શખ્સો મળી આવ્યા છે જેમના દસ્તાવેજોની ચકાસણી કરાઇ રહી છે. 106 લોકોમાંથી 4 શકમંદ વ્યક્તિઓની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. ગઇ કાલે પકડાયેલા 70 શકમંદોની પણ હાલ તપાસ ચાલી રહી છે.
શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી 1750 જેટલા શકમંદ શખ્સોની તપાસ કરી છે. અગાઉ વડોદરા શહેર પોલીસ તથા વડોદરા રેલવે પોલીસ દ્વારા શોધી કઢાયેલા 14 બાંગ્લાદેશી નાગરીકોને હાલ હંગામી ડિટેન્શ સેન્ટરોમાં રખાયેલા છે અને તેમના ફિંગર પ્રીન્ટ તથા ફોટો આઇડી મેળવીને ફોરનર્સ આઇડેન્ટીટીપીકેશન પોર્ટલ પર અપલોડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત આ બાંગ્લાદેશીઓને ગુજરાતમાં આવવાના ઇરાદાઓ અંગેની પણ પૂછપરછ કરાઇ રહી છે. વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા પણ તેમની પૂછપરછ કરાઇ રહી છે. આ બાંગ્લાદેશીઓની સાથે તેમના અન્ય સગાસબંધીઓ અને પરિચીતો પણ ગુજરાતમાં છે કે કેમ તેની પણ પુછપરછ કરાઇ રહી છે.
Reporter: admin