News Portal...

Breaking News :

જીવન નિર્વાહ કરવા માટે ટિફિનનું કામ કરતી વૃદ્ધા: બે ભાઈઓની ધમકીથી કંટાળીને વૃદ્ધાએ ફિનાઈલ પી લી

2025-02-06 14:12:33
જીવન નિર્વાહ કરવા માટે ટિફિનનું કામ કરતી વૃદ્ધા: બે ભાઈઓની ધમકીથી કંટાળીને વૃદ્ધાએ ફિનાઈલ પી લી


વડોદરા : વારસિયા સુપર એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષના કવિતાબેન સુંદર દાસ નાગદેવ પતિના અવસાન બાદ જીવન નિર્વાહ કરવા માટે ટિફિનનું કામ કરે છે. 


સીટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમે કોર્પોરેશનના ફૂડ તથા ફાયર શાખામાંથી મંજૂરી મેળવી છે,અમારા ફ્લેટમાં બીજા મળે રહેતા દીપકભાઈ જય સિંઘાણી તથા તેમના નાના ભાઈ અનિલભાઈ છેલ્લા ત્રણ મહિનાથી અમને કહે છે કે, ટિફિન સેવાના કામના કારણે અમારા મકાનમાં અવાજ આવે છે તમે ધંધો બંધ કરી દો. તેમજ આ બંને ભાઈઓ ટિફિન લેવા આવતા ગ્રાહકો સાથે પણ ખોટા અક્ષેપો કરી ધમકીઓ આપી છે. જેથી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. 


આ અરજીના અનુસંધાને અમે નિવેદન લખાવવા પહેલી તારીખે ગયા હતા. બંને ભાઈઓ અમારા ઘરે આવી ઝઘડો કરી ગાળો બોલે ટિફિન બંધ કરી દેવા માટે ધમકી આપતા હતા જેથી મને લાગી આવતા મેં ફીનાઇલ પી લીધું હતું મારો દીકરો મને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો.

Reporter: admin

Related Post