News Portal...

Breaking News :

ન્યુ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું

2025-02-06 13:55:37
ન્યુ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું


સુરત: શહેરના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5ઃ30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 


ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડોદરાથી NDRFની ટીમ સુરત પહોંચી છે અને ઓક્સિજન માસ્ક પહેરી ફાયરકર્મીની ડ્રેનેજમાં શોધખોળ શરૂ કરી છે.કેમેરાની મદદ ડ્રેનેઝ લાઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે 6 ફેબ્રુઆરી ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 


16 કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.

Reporter: admin

Related Post