News Portal...

Breaking News :

અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવા મામલે વિપક્ષ સાંસદોએ સંસદની બહાર હાથકડી પહેરીને પ્રદર્શન કર

2025-02-06 13:47:55
અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવા મામલે વિપક્ષ સાંસદોએ સંસદની બહાર હાથકડી પહેરીને પ્રદર્શન કર


દિલ્હી : બજેટ સત્રના પાંચમા દિવસે અમેરિકા માંથી ભારતીયોને પરત મોકલવાના મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. 


આ સાથે જ વિપક્ષના સાંસદોએ 'સરકાર શરમ કરો'ના નારા લગાવ્યા હતા.વિપક્ષ સાંસદોએ સંસદની બહાર હાથકડી પહેરીને પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ હાથકડી પહેરેલા જોવા મળ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર સહિત ઘણા સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.


વિપક્ષે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવાના મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે સંસદના બંને ગૃહોમાં હંગામો કર્યો, ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Reporter: admin

Related Post